________________
યોગસાર
તૃતીય પ્રસ્તાવ
૨૧૭
રાગાદિથી દૂર જ દૂર રહે છે અને સમભાવપૂર્વક અનુકૂળ-પ્રતિકૂળ બધા જ પ્રસંગોને સમાન સમજવા પૂર્વક પસાર કરે છે. સંસાર કે મોક્ષ આવી બન્ને બાધક-સાધક અવસ્થામાં પણ દ્વેષ કે આસક્તિ રાખતા નથી.
આ મુનિ સંયમની સુરક્ષા માટે સમતા અને સમાધિનો આશ્રય કરે છે અને દિન-પ્રતિદિન સંયમની-સમતાની અને સમાધિગુણની વૃદ્ધિ થતાં ક્ષણવારમાં જ મોહનો નાશ કરતા છતા ક્ષપકશ્રેણી ઉપર આરૂઢ થાય છે.
ક્ષપકશ્રેણી દ્વારા સૌથી પ્રથમ ૮-૯-૧૦ આ ત્રણ ગુણસ્થાનો ઉપર આરોહણ કરતા કરતા તે મુનિ મોહનીયકર્મનો સર્વથા નાશ કરે છે. ત્યારબાદ ૧૨મા ગુણઠાણે આવીને વીતરાગ થયા છતાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય – એમ ત્રણ કર્મોનો સર્વથા નાશ કરીને તેમા ગુણઠાણે આરોહણ કરે છે અને તે કાળે કેવળજ્ઞાનકેવળદર્શન પ્રાપ્ત કરે છે. ત્યારબાદ આયુષ્ય પ્રમાણે તેરમા ગુણઠાણે વિચરીને પરોપકાર કરવા દ્વારા પોતાનાં શેષ અઘાતી કર્મોને પણ લગભગ ઘણાખરા ખપાવીને અયોગી ગુણઠાણે આરૂઢ થાય છે. ત્યાં રહ્યાં-સહ્યાં બાકી રહેલા સર્વ અઘાતી કર્મોને ખપાવીને અશરીરી બનીને મોક્ષે જાય છે.
આ ત્રીજા પ્રસ્તાવમાં સમતાગુણને આત્મસાત્ કરવાની કથાનું વિશેષ વર્ણન કર્યું છે.
મુમુક્ષુ એવા આત્મસાધકે સૌથી પ્રથમ વિષયવાસના, કષાય, રાગ અને દ્વેષ આ બધા જે ઉપર ઉપરથી મીઠા લાગે છે, પણ જે ભયંકર વિષધર સર્પ સમાન છે. આત્માના ભાવશત્રુઓ જ છે. આમ જાણીને તેને ઉત્પન્ન થતાં જ રોકી દેવા જોઈએ. આ દોષોનો નાશ કરીને ક્ષમાનમ્રતા વિગેરે દશ યતિધર્મ રૂપ આત્મગુણોને પ્રગટ કરીને આત્માનું