________________
દ્વિતીય પ્રસ્તાવ
૧૬૧
ગાથાર્થ - ધર્મના બહુ પ્રકારના ભિન્ન ભિન્ન માર્ગો આ લોકમાં વિભ્રમ કરવાના કારણભૂત છે. (ભ્રાન્તિનાં કારણો છે) તે ધર્મમાર્ગોમાં બધા જ લોકો બાહ્ય આડંબરવાળા બનીને સાચા તત્ત્વના વિષયમાં ભ્રાન્ત દૃષ્ટિવાળા થયા છતા સ્વ-સ્વ મતના રાગની અધિકતાના કારણે પરસ્પર વિવાદ કરે છે. ઝઘડે છે અને પરનો પરાભવ કરવામાં જ રસ રાખે છે. પોતે માનેલા ધર્મને જ સાચો માને છે અને પરના ધર્મને ખોટો ધર્મ સમજે છે. તે ધર્મ સાચો નથી. આમ જ માની લે 9.1138-3411
યોગસાર
વિવેચન - આ સંસારમાં અનેક પ્રકારનાં દર્શન છે. જેમ કે સાંખ્ય મિમાંસક, ચાર્વાક, બૌદ્ધ, આ સર્વે પણ પોતપોતાના કર્તાથી શરૂ થયા છે, જેને મગજમાં જે વસ્તુ જેમ બેઠી, તેણે તે વસ્તુ તેમજ છે. આમ માનીને બધા જ દર્શનકારોએ નવા નવા મતો થાપ્યા છે. પરસ્પર ભિન્ન ભિન્ન અભિપ્રાયવાળા આ અનેક મતભેદો છે. સૌ કોઈ દર્શનકાર એમ જ કહે છે કે “હું કહું છું તે જ સાચું છે” પૂજ્ય આનંદઘનજી મહારાજ સાહેબે તેમના બનાવેલા સ્તવનમાં કહ્યું છે કે- “મત મત ભેદે રે જો જઈ પૂછીએ સૌ થાપે અહમેવ” જુદા જુદા મતવાળા અનેક દર્શનકારો થયા. જો આપણે તેઓને જઈને પૂછીએ કે “આ બધામાં સાચુ દર્શન કર્યુ ? તો સૌ કોઈ એમ જ કહે છે કે “અમારૂં જ દર્શન સાચું' દરેકની પાસેથી આ એક જ જવાબ મળે છે અને છે બધાં પરસ્પર વિરોધી.” આ વાત કેમ બને કે બધાં જ હોય ભિન્નભિન્ન અને તેમાં પોતાનું માનેલું હોય તે જ સત્ય અને અન્ય સઘળાં મિથ્યા. આમ વાત કરવી તે બરાબર નથી.
ધર્મના જુદા જુદા માર્ગો - જુદી જુદી માન્યતાઓ તથા મતમતાંતરો-મતભેદો જે છે તે સામાન્ય બુદ્ધિવાળા જીવોને ઘણો જ