________________
૧૬૨ દ્વિતીય પ્રસ્તાવ
યોગસાર ઘણો મતિભ્રમ ઉત્પન્ન કરે છે. આમાં કયો ધર્મ સાચો ? અને કયા ધર્મો ખોટા ? આનો નિર્ણય સામાન્ય માણસ કરી શકતો નથી. તેથી તેના કારણે ઘણા મુંઝાય છે. આ બધા દર્શનકારોની બાહ્ય છાપ એવી હોય છે કે સામાન્ય માણસ તેમાં મુંઝાઈ જાય છે.
દરેક દર્શનકારો પોતપોતાના માનેલા ધર્મને જ સાચો ઠેરવવા મહેનત કરતા હોય છે અને ઘણા જ આવેશમાં આવીને બીજાના ધર્મને જુઠો છે, આમ જ સમજાવવા પ્રયત્નશીલ હોય છે અને બોલવાના આવેશ સાથે જોરદાર રીતે ખંડન-મંડન કરતા હોય છે, જેના કારણે પરસ્પર વાદ, વિવાદ, ક્લેશ અને ઝઘડા જ ઉત્પન્ન થાય છે.
સર્વે પણ દર્શનકારો પોતાના મતની પુષ્ટિ અને બીજાના મતનું ખંડન જ કરતા હોય છે. પરિણામે મિથ્યાત્વ અને મમત્વ તથા વૈરાદિ ભાવોની વૃદ્ધિ થાય છે. સમતાનું સુખ મળવું જોઈએ. તેને બદલે ધર્મનું વાસ્તવિક સ્વરૂપ ન સમજવાથી અને ખોટા આગ્રહો અને મમતાથી આ જીવ પોતાના આત્માનું નુકસાન કરે છે. પરિણામે અનંત સંસારનું પરિભ્રમણ આ જીવ કરે છે.
પોતપોતાના દર્શનનો અનુરાગ જ એવો હોય છે કે પરસ્પર ઝઘડાનું જ મૂળ કારણ બને છે. પોતાના મગજમાં જે રીતે એકાન્તવાદપૂર્વક સમજાયું હોય તેને જ યથાર્થ માની લે છે. બીજાની વાત સાંભળવા પણ આ જીવ તૈયાર હોતો નથી. મિથ્યાત્વના ઉદયનું જોર જ એવું હોય છે કે કોઈની વાત સાંભળે નહીં. સત્ય મા જીવ આવે જ નહીં.
શ્રી વીતરાગ પરમાત્માનો ધર્મ આવા પ્રકારના કદાગ્રહો, તથા રાગ અને દ્વેષની પક્કડથી સર્વથા મુક્ત છે. અનેક પ્રકારના નયોની અપેક્ષાવાળો ધર્મ છે. જો શુદ્ધ હૃદય રાખીને ભણવામાં સાંભળવામાં