________________
યોગસાર દ્વિતીય પ્રસ્તાવ
૧૬૩ અને સમજવામાં આવે તો આ ધર્મ સમજાયા વિના રહે જ નહીં તથા વળી આ ધર્મને યથાર્થપણે સમજનારા જીવો નિષ્પક્ષપાતી થયા છતા સર્વ નયોને સમજીને જ્યાં જ્યાં જે જે નય ઉપકાર કરનાર બને ત્યાં ત્યાં તે તે નય જોડીને આત્મકલ્યાણ કરનારા બને છે. મનમાં કોઈ પણ જાતનો પક્ષપાત કે અહંકાર કર્યા વિના સ્વ-પરનું કેમ કલ્યાણ થાય એવી જ બુદ્ધિ રાખીને આ ધર્મ સમજવા જો પ્રયત્ન કરીએ તો સમજાયા વિના નહીં રહે. માત્ર હૃદય સરળ અને નિષ્પક્ષપાતી હોવું જોઈએ ||૩૪-૩૫ની यत्र साम्यं स तत्रैव, किमात्मपरचिन्तया । નાનીત તદ્ધિનો (તદિન) હૃહો, નામનો જ પરસ્થ રૂદ્દા
ગાથાર્થ - જ્યાં જ્યાં સમતાભાવ છે, ત્યાં ત્યાં જ ધર્મ છે. તેમાં આ ધર્મ આપણો અને આ ધર્મ પરનો. આમ વિચારણા કરવાથી શું લાભ થાય ? અર્થાતુ કંઈ જ લાભ ન થાય. તેથી તે સમતાભાવ વિના મનાયેલો-કરાયેલો ધર્મ પોતાનો ધર્મ પણ નથી અને અન્યનો ધર્મ પણ નથી. કારણ કે સમતાભાવ વિના ધર્મ જ નથી તથા તેવા ધર્મથી કલ્યાણ પણ થતું નથી. /૩૬ી.
વિવેચન - સર્વે પણ ધર્મસૂત્રકારો ભલે પોતપોતાની માન્યતા પ્રમાણે ધર્મનું સ્વરૂપ સમજતા હોય અને પ્રરૂપણા કરતા હોય, પરંતુ
જ્યાં સમતાયોગ નથી ત્યાં ધર્મતત્ત્વ નથી. માત્ર કદાગ્રહ અને અહંકાર તથા પરનો પરાભવ જ કરવાની બુદ્ધિ હોય છે. માટે જ્યાં જ્યાં સમતાભાવ પ્રાપ્ત થાય એવો જે ધર્મ છે તે જ સાચો ધર્મ છે. અનાદિકાળથી મિથ્યા વાસનાઓના જોરે આ આત્મા કુસંસ્કારો પામીને કષાયોથી બળેલો જ રહે છે. ત્યાં હવે જેટલા અંશે કષાયોની શાંતિ થાય અને સમતાભાવની પ્રગટતા થાય તે જીવમાં તેટલા અંશે ધર્મતત્ત્વની પ્રગટતા થાય છે. આમ સમજવું