________________
૧૬૪
દ્વિતીય પ્રસ્તાવ
યોગસાર સમ=રાગ અને દ્વેષ રહિત અવસ્થા.
બાય-લાભ-પ્રાપ્તિ થવી અર્થાત્ રાગાદિભાવો રહિત સમભાવની પ્રાપ્તિ થવી તે જ ધર્મ છે.
રાગ અને દ્વેષ રહિત ચિત્તની સમભાવવાળી જે અવસ્થા તેને જ સાચો ધર્મ કહેવાય છે. બીજા શબ્દોમાં તેને જ સામાયિક કહેવાય છે. સર્વજ્ઞ પરમાત્મા વડે કહેવાયેલું સામાયિક ધર્મનું વિસ્તૃત વર્ણન જૈન આગમગ્રંથોમાં છે. કલ્યાણ પામ્યાનાં જે જે દૃષ્ટાન્તો પ્રસિદ્ધ છે, તે તે દૃષ્ટાન્તોમાં ઉપસર્ગ-પરિષહોની સામે સમતાભાવપૂર્વક રહેવાપણું જ તેમાં મુખ્ય કારણ બન્યું છે.
ગજસુકુમારના માથા ઉપર તેના સસરાએ આગની પાઘડી બાંધી, પરંતુ ગજસુકુમાર સમતાભાવમાં રહ્યા તો કેવલજ્ઞાન પામી ગયા.
ખંધકમુનિના પાંચસો શિષ્યો નમુચિ વડે ઘાણીમાં પીલાયા. તીવ્ર પીડા-વેદના હોવા છતાં તેઓ સમભાવમાં રહ્યા, તો કેવલી થઈને મોક્ષે ગયા.
- પાર્શ્વનાથ પ્રભુજીને કમઠ ઉપસર્ગો કર્યા અને ધરણેન્દ્ર સેવા કરી. પરંતુ તે બન્ને ઉપર રાગ કે દ્વેષ કર્યા વિના પરમાત્મા સમભાવમાં રહ્યા તો પરમાત્મા કેવળજ્ઞાન પામ્યા.
આવા તો અનેક દૃષ્ટાન્તો છે. માટે અનુકૂળ કે પ્રતિકૂળ સંજોગો આવી પડે ત્યારે રાગાંધ કે દ્વેષાંધ થયા વિના સમભાવમાં વર્તવું. સામાયિકમાં રહેવું, એ જ આત્મકલ્યાણનો શ્રેષ્ઠ માર્ગ છે. તેથી શક્ય બને તેટલું રાગ-દ્વેષ રહિત ચિત્તની સામ્ય અવસ્થા પ્રાપ્ત થાય તેવો પ્રયત્ન કરવો.