________________
દ્વિતીય પ્રસ્તાવ
૧૬૫
સામ્યભાવ દ્વારા એટલે કે સામાયિક દ્વારા જ આ આત્માની ગુણસ્થાનકોના ક્રમે ઉપર ઉપર ચઢતાં ઉત્તરોત્તર વિશેષ શુદ્ધિ થાય છે. ગ્રંથકાર મહારાજા સર્વે પણ દર્શનવાળાને સમજાવતાં કહે છે કે આત્મધર્મનો ઉદ્ભવ અને પ્રકર્ષ ત્યાં જ છે કે જ્યાં સમતાભાવની દિનપ્રતિદિન વૃદ્ધિ થાય છે. સમભાવદશાની પ્રાપ્તિના લક્ષ્ય વિના કરાતા તપ-જપ-ધર્મક્રિયા કે યજ્ઞાદિનાં અનુષ્ઠાનો માત્ર કાયકષ્ટરૂપ છે.
યોગસાર
કાયકષ્ટરૂપે કરાતાં આસનો-પ્રાણાયામાદિ યોગો તથા મનવચન અને કાયાની કોઈ પણ પ્રકારની ધર્મપ્રવૃત્તિ આ સઘળું જો સમતાભાવ વિનાનું છે, તો તે ધર્મસ્વરૂપ નથી. આ જીવને કર્મની ઝંઝટમાંથી મૂકાવનાર બનતું નથી.
જો ચિત્તના પરિણામોમાં રાગ-દ્વેષ જ ઘૂમતા હોય, પોતાની જાતની મોટાઈ જ બતાવવાની ઇચ્છા હોય તથા સ્પૃહા-સ્પર્ધા
અદેખાઈ-ઇર્ષ્યા આદિ સમતાના નાશક ભાવો જો જોરશોરથી કામ કરતા હોય, તેનો ઘટાડો ન થયો હોય તથા આવા પ્રકારના અશુભભાવોને નબળા પાડવાનો કે નિર્મૂળ કરવાનો જો આ જીવે પ્રયત્ન જ ન કર્યો હોય તો આ જીવમાં યોગીદશા કે ધર્મતત્ત્વ પ્રગટ થઈ શકતું નથી.
ઉંચા પ્રકારની યોગદશા, ધર્મતત્ત્વ અને અધ્યાત્મદશાનું પ્રગટીકરણ ઉંચા-ઉંચા સદ્ગુણોથી થાય છે. દુર્ગુણોથી થતું નથી.
પોતાના માનેલા ધર્મને કે બીજાના ધર્મને મધ્યસ્થદષ્ટિ રાખીને કોઈના પણ મત ઉપર રાગ-દ્વેષાત્મક પક્ષપાત કર્યા વિના તટસ્થ દૃષ્ટિથી યથાર્થ તત્ત્વ શું છે ? તેનો વિચાર કરવો અને પરસ્પર વાદવિવાદ-ઝઘડા-ખંડન કે મંડન કરવાનું છોડી દઈને સમતાભાવપૂર્વક કેવળ યથાર્થ તત્ત્વની જ વિચારણા કરવી અને સાચું તત્ત્વ પ્રગટ