________________
દ્વિતીય પ્રસ્તાવ
યોગસાર
પોતાની જાતને મહાન ગુણવાળી છે. આમ માનનારને લગભગ વધારે અહંકાર થાય છે. બીજાના ગુણો તે જોઈ શકતો નથી અને ગાઈ શકતો નથી. બીજાના નાનકડા દોષને મોટો બનાવીને
૧૬૦
તેની નિંદા-કુથલી કરવામાં જ આ જીવને બહુ રસ પડે છે. પોતાની
પ્રશંસા કરવા-કરાવવામાં અને સાંભળવામાં જ પોતાનો વધારે રાજીપો હોય છે.
આ રીતે આત્મપ્રશંસા અને પરનિંદાનો રસ રાખવો એ મિથ્યાત્વનું લક્ષણ છે. કુબુદ્ધિ છે. પોતાનો નાનો પણ દોષ મોટો દેખાય અને કાંટાની જેમ ખૂંચે અને તેને દૂર કરવા માટે જ સતત પ્રયત્નશીલ થવું જોઈએ. દોષો કાંટાની જેમ પોતાને ખૂંચવા જોઈએ, આવી નિર્મળ મનોદશા ત્યારે પ્રગટ થાય. જ્યારે મિથ્યાત્વ મોહની તીવ્રતા ક્ષીણપ્રાય થઈ હોય. આવા પ્રકારના નિર્મોહી ઉત્તમ પુરુષો ગુણોના ભંડાર હોય છે. અત્યંત નમ્ર હોય અને સેવા કરવા યોગ્ય હોય છે. તેઓના આશીર્વાદ પણ આપણું કલ્યાણ કરનાર બને છે.
શક્ય બને તેટલા પોતાના ગુણોને પોતાની જીભથી ક્યારે ગાવા નહીં અને પોતાના દોષોથી સદા વાકેફ રહેવું અને દોષો દૂર કરવા સદા પ્રયત્નશીલ રહેવું તથા પરના નાના ગુણોને પણ મોટા કરી ગાવા અને હૃદયમાં ઉતારવા તથા પરના દોષ સામે ક્યારેય પણ દૃષ્ટિ ન નાખવી અને તેના ઉપર માધ્યસ્થભાવ વિચારવો. આ જ આત્મકલ્યાણનો સાચો રાજમાર્ગ છે. ૩૨-૩૩||
धर्मस्य बहुधाऽध्वानो, लोके विभ्रमहेतवः । तेषु बाह्यफटाटोपात्तत्त्वविभ्रान्तदृष्टयः ॥३४॥ स्वस्वदर्शनरागेण विवदन्तो मिथो जनाः । सर्वथैवात्मनो धर्मं मन्यन्ते न परस्य तु ॥ ३५॥