________________
દ્વિતીય પ્રસ્તાવ
૧૫૯
મહાત્મા પુરુષોનાં આ અમૃત વચનો છે. બીજા જીવોને સુખ, શાંતિ, અભય આપીને ઉપકાર કરવાથી પુણ્ય બંધાય છે અને તેના ઉદયથી આ જીવ સુખ-સંપત્તિ અને શાંતિ પામે છે. પરંતુ બીજા જીવોને ભય-પીડા-ત્રાસ અને અશાંતિ આપવાથી આ જીવ પાપ જ બાંધે છે અને તેના ઉદયથી આ જીવ દુ:ખી દુ:ખી થાય છે. સર્વે પણ શાસ્ત્રોનો આ જ સાર છે કે બીજા જીવોને પીડા ન આપવી, કોઈનું પણ મન દુભાવવું નહીં. ||૩||
યોગસાર
अणुमात्रा अपि गुणा, दृश्यन्ते स्वधियाऽऽत्मनि । રોષાતુ પર્વતસ્થૂલા, અપિ નૈવ થૠન ફરા त एव वैपरीत्येन, विज्ञातव्याः परं वचः । दिग्मोह इव कोऽप्येष महामोहो महाबलः ॥३३॥
"
ગાથાર્થ પોતાનામાં રહેલા અણુ જેટલા નાના ગુણો પણ પોતાની બુદ્ધિથી (મોટા) દેખાય છે અને પર્વત જેવડા મોટા દોષો પણ કેમે કરી દેખાતા નથી. (આ જ મહામોહદશા છે.) આ દૃષ્ટિ-દિશાના ભ્રમતુલ્ય એક બળવાન મહામોહ છે. આ જ બાબતને વિપરીતપણે જોવી જોઈએ. (એટલે કે પોતાના મોટા ગુણને પરમાણુતુલ્ય દેખવો અને પરમાણુતુલ્ય નાના પણ દોષને પર્વત જેવડો માનવો) આવા પ્રકારનું જિનેશ્વર પરમાત્માનું વચન છે. ૩૨-૩૩||
વિવેચન – મોહદશાના મહાબળના કારણે આ જીવને પોતાના નાના ગુણો પણ મોટા જ દેખાય છે. તે ગુણોને સામેના લોકો ન પૂછે તો પણ ગાવા-ગવરાવવાનું જ મન થાય છે અને પોતાના મોટા દોષો હોય, તો પણ તે પોતાની દૃષ્ટિમાં દેખાતા જ નથી. તે દોષોને ભિન્ન ભિન્ન બહાનાઓ નીચે છૂપાવવાનું જ આ જીવને મન થાય છે.