________________
યોગસાર
તૃતીય પ્રસ્તાવ
૨૧૫
અનુષ્ઠાનો આચરતાં આચરતાં આવી અનુપમ લયદશાનો આ જીવને અનુભવ થાય છે. તે લયયોગને પ્રાપ્ત કરવા માટે મુમુક્ષુ સાધકે તે લયદશાની પ્રાપ્તિના ઉપાયો અપનાવીને તેનો સતત અભ્યાસ કરવો જરૂરી છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે -
पूजा कोटि - समं स्तोत्रं, स्तोत्रकोटिसमो जपः । जप कोटिसमं ध्यानं, ध्यानकोटि समो लयः ॥
કરોડોની સંખ્યાવાળી પૂજાની સમાન પરમાત્માની સ્તુતિ છે અને કરોડો સ્તુતિ સમાન જાપ છે. કરોડો જાપ સમાન ધ્યાન છે અને કરોડો વખત કરાયેલા ધ્યાનના ફળરૂપે એક લય છે.
લયદશા એટલે એકાકાર દશા. સંસારના બીજા તમામ ભાવો ભૂલી જઈને ઉપકારક એવા એક ભાવમાં લયલીન થવું, તેને લયદશા કહેવાય છે. ધ્યાનદશાનો નિરંતર અભ્યાસ કરવાથી આ આત્મામાં જ્યારે લયયોગની સિદ્ધિ થાય છે. ત્યારે આ આત્મા પોતાના આત્મસ્વભાવમાં મગ્ન બનીને શુદ્ધ આત્મદશાના અનુભવનો પરમ આનંદ અનુભવે છે.
પ્રથમ દશામાં પરમાત્માની પૂજા કરવાથી પરમાત્મા પ્રત્યે પ્રેમનીઅહોભાવની વૃદ્ધિ થાય છે. ત્યારબાદ તેમની સ્તુતિઓ ગાવાથી તેવા પ્રકારના સ્તોત્રો વડે ભક્તિયોગ જીવનમાં પ્રગટ થાય છે. જપયોગની સાધના કરતાં કરતાં તે જ ભક્તિયોગ પરાકાષ્ટ દશાને પામે છે અને આ જીવને તીર્થંકર પ્રભુની આજ્ઞાપાલનમાં નિરંતર ઉપયોગવાળો બનાવે છે. તેના પ્રતાપે ભક્તિયોગ દ્વારા વચનાનુષ્ઠાન યોગની આ જીવમાં સિદ્ધિ થાય છે.
આમ ભક્તિ અનુષ્ઠાન અને વચનાનુષ્ઠાન આવવાથી તેનો નિરંતર અભ્યાસ પડવાથી આ જીવમાં અસંગ અનુષ્ઠાન રૂપ અમૃત અનુષ્ઠાન