________________
૨૧૪ તૃતીય પ્રસ્તાવ
યોગસાર ગાથાર્થ - જેમ સૂર્યના તાપથી તપેલો મુસાફર મનુષ્ય શ્રેષ્ઠ વફાદાર વૃક્ષને પામીને શાંતિને પ્રાપ્ત કરે છે, તેવી જ રીતે મોક્ષમાર્ગ ઉપર ચાલનારો યોગી મનુષ્ય તપના તીવ્ર તાપ વડે તપ્યો છતો સમતાભાવના અભ્યાસથી પરમ લયને પ્રાપ્ત કરે છે. /૩ી.
વિશેષાર્થ – કોઈ પણ યોગી પુરુષો આત્મસાધના કરતાં કરતાં શુદ્ધ આત્મતત્ત્વનો જ્યારે અનુભવ કરે છે, ત્યારે તેને લય કહેવાય છે. નિઃસંગતા-નિર્મમતા-શાંતતા અને નિરીહતા આવા આવા શ્રેષ્ઠ ગુણો પ્રાપ્ત કરવા દ્વારા જ્યારે યોગી મહાત્મા પોતાના આત્માની શુદ્ધ આત્મદશાનો અનુભવ કરે છે, ત્યારે તેને આત્મહત્ત્વના લયવાળી અવસ્થા કહેવાય છે.
આવી લયવાળી અવસ્થા પ્રાપ્ત થવી તે બાહ્ય-અત્યંતર એમ બન્ને પ્રકારના તપનું ફળ છે. તપ દ્વારા આત્માને વિકારીભાવથી દૂર કરવા દ્વારા અર્થાતુ નિર્વિકારી ભાવવાળો બનાવવાથી અને નિર્મળ સંયમ ધર્મનું આરાધન કરવાથી જીવમાં આવી લયવાળી અવસ્થા પ્રાપ્ત થાય છે.
ગ્રીષ્મ ઋતુમાં સૂર્યના ઉગ્ર તાપથી તપેલો મુસાફર જેમ વૃક્ષોની ગાઢ છાયા પ્રાપ્ત કરીને ત્યાં વિશ્રામ કરે છે અને શાંતિનો અનુભવ કરે છે. તેવી જ રીતે મોક્ષમાર્ગ ઉપર પ્રયાણ કરતા મહામુનિઓ ઉગ્ર તપ કરતા છતા તથા તેની સાથે સાથે સંયમધર્મની પણ સાધના કરતા છતા ધ્યાનદશા અને સમાધિદશાનો સતત અભ્યાસ કરવાથી કર્મોનો ભાર હળવો થવાથી લયવાળી દશાને પામે છે. પરમ લયને પામે છે. સારાંશ કે આત્માની શુદ્ધ દશાનો પરમ આનંદ અનુભવે છે.
લયદશા” એ સર્વ યોગોમાં શ્રેષ્ઠ દશા છે. જ્યારે આ જીવ લયદશાને પામે છે, ત્યારે તે લયદશાવાળો અનુભવ આત્માની શુદ્ધ દશાની અનુભૂતિ કરાવે છે. સર્વે પણ આગમશાસ્ત્રોના સાર સ્વરૂપ એવા પ્રકારની યોગદશાના સ્વરૂપને સમજાવનારાં શાસ્ત્રોમાં જણાવેલાં