________________
યોગસાર તૃતીય પ્રસ્તાવ
૨૧૩ વસ્ત્ર-પાત્ર આદિ ઉપધિ જરૂર પૂરતી રાખીને બાકીની બધી જ વસ્તુનો ત્યાગ કરવાથી તેની પણ મમતા અને સંગ્રહ બુદ્ધિ વિનાનો આ જીવ એકત્વભાવનામાં વધારે લીન બને છે.
(૨) નિર્મમતા=જે ઉપધિ આવશ્યક હોય છે અને રાખવી જ પડે છે, તેવાં બે-ત્રણ જોડી કપડાં-પાત્રો કે પુસ્તકો આદિ રાખે પરંતુ તેના ઉપર પણ મમતા વિનાના-મોહ વિનાના થઈને આ મુનિ નિર્મમત્વતાનો અનુભવ કરે છે.
(૩) શાન્ત=સમતામય જીવન બનાવવાથી અને બાહ્ય ઉપધિનો લગભગ ત્યાગ કરવાથી ચિત્તની વૃત્તિઓ અતિશય નિર્મળ બને છે. મોહના વિકારોથી રહિત બને છે. જેના કારણે આ જીવને પરમ શાંતિનો અનુભવ થાય છે. ઉપશમભાવ સ્વરૂપ આત્મિક રસનો અનુભવ થવાથી જીવનની મધુરતાનો આ જીવને સાક્ષાત્કાર થાય છે.
(૪) નિરીહતા કોઈ પણ પદાર્થની ઇચ્છા જ ન થવી. બાહ્ય પૌદૂગલિક કોઈ પણ પદાર્થની સ્પૃહા જ ન રહેવાથી પરમ નિઃસ્પૃહતા ગુણ પ્રગટ થાય છે અને નિઃસ્પૃહતા ગુણનો તે કાળે સાચો અનુભવ થાય છે. કોઈપણ પર પદાર્થની ઇચ્છા જ ન રહેવી. સચેતન કે અચેતન કોઇ પણ દ્રવ્ય હે જીવ ! તારું નથી.
આ પ્રમાણે નિઃસંગ-નિર્મમ-ઉપશાંત અને નિરીહ આવા પ્રકારના શ્રેષ્ઠ ગુણોથી અલંકૃત થયેલા યોગી મહાત્મા નિર્મળ ચારિત્રપાલનમાં જ સદા તત્પર રહે છે. તેના પ્રભાવે તે આત્મા પોતાની અંતરાત્મ દશાના અનુભવી બન્યા છતા અંતરાત્મ દશાના અમૃતરસના આસ્વાદને માણનારા બને છે. આ અનુભવ જ એવો છે કે “જે માણે તે જ જાણે.” રિયા सद्वक्षं प्राप्य निर्वाति, रवितप्तो यथाऽध्वगः । मोक्षाध्वस्थस्तपस्तप्तस्तथा योगी परं लयम् ॥३०॥