________________
૨૧૨
તૃતીય પ્રસ્તાવ
યોગસાર
છે. આવા કર્મોનાં કડવાં વિપાક છે. આમ તેઓ જાણતા નથી. આવું સમજીને હે જીવ ! તું માધ્યસ્થભાવમાં આવી જા. ।।૨૮।। निःसङ्गो निर्ममः शान्तो, निरीहः संयमे रतः । यदा योगी भवेदन्तस्तत्त्वमुद् भासते तदा ॥ २९ ॥
ગાથાર્થ - જ્યારે યોગી મહાત્મા પુરુષ સંગ વિનાના, મમતા વિનાના, અતિશય શાંત સ્વભાવવાળા, સ્પૃહા વિનાના અને સંયમના ભાવમાં ઓતપ્રોત બને છે, ત્યારે તે યોગીને આત્મતત્ત્વનો અંતરાત્મામાં અનુભવ થાય છે. રા
વિવેચન – અનાદિકાળથી આપણા જીવો મોહને વશ પર પદાર્થોની પલોજણમાં જ ડૂબેલા છે. ઘર-દુકાન-પૈસા વસ્ત્ર-પરિવાર ઇત્યાદિ પ૨પદાર્થોની જ પ્રાપ્તિ માટે રાચી-માચીને ઘુમ્યા કરે છે. પરંતુ અંતરાત્માના જે ગુણો રૂપી ધન છે, તે મેળવવા જરા પણ ઉત્સુક થતા નથી. જ્યારે અભ્યાસથી મોહદશા નબળી પડે છે ત્યારે જ અંતરાત્મા કંઈક અંશે જાગે છે અને ત્યારે જ અંતર આત્મતત્ત્વનો કંઈક અનુભવ થાય છે.
અંદર રહેલા અંતરાત્મતત્ત્વનો અનુભવ જે જે સાધનો વડે થઈ શકે તેમ હોય છે, તે તે સાધનોનો નિર્દેશ અનુભવી યોગી પુરુષો કરે છે અને તે જ વાત ગ્રંથકારશ્રી જણાવે છે કે -
(૧) નિઃસંગદશા = બાહ્ય સંગ-જડ પદાર્થો અને અન્ય ચેતન પદાર્થોનો સંગ છોડી દેવાથી તેના સંબંધી મોહના વિકલ્પો થતા નથી. જેમ કે કુટુંબ-પરિવાર, સગાં-સંબંધીનો ત્યાગ કરીને ચારિત્રીયા થવાથી અને તેમાં પણ એકલવિહારીની પ્રતિમા સ્વીકારવાથી કોઈપણ સગાસંબંધીનો આ જીવને મોહ થતો નથી. મોહને જિતવાનો આ પણ એક ઉપાય છે કે પરિચિતથી દૂર રહેવું. આ જીવ નિર્વિકારિતાની અતિશય નજીક પહોંચી જાય છે.