________________
યોગસાર
તૃતીય પ્રસ્તાવ
૨૧૧
અને તેમાં પણ પાપી જીવો ઉ૫૨ માધ્યસ્થ્ય ભાવના લાવવાનો વિશેષ પ્રયત્ન કરવો.
પાંચમો આરો દુઃખમ હોવાથી આ કાળમાં સદાચાર પાળનારા પાપભીરૂ આત્મા વિરલા જ હોવાના છે. ઉત્તમ આચરણવાળા જીવો ગણ્યાગાંઠ્યા જ મળવાના છે. દુરાચાર અને હિંસાદિ પાપકાર્યોમાં જ ડૂબેલા જીવો વધારે સંખ્યામાં મળવાના છે. હે જીવ ! તું કેટલા ઉપર રોષ કરીશ ? અને કેટલાની સાથે રીષ રાખીશ ? માટે રોષ-ગુસ્સોનારાજગી કરવાનું છોડી દઈને તેવા પાપી જીવો ઉપર પણ હૃદયમાં કરૂણા કરીને માધ્યસ્થ ભાવનાને-ઉદાસીનભાવને સેવવાની ટેવ પાડ. હિંસા આદિ પાપો કરનારા જ જીવો વધારે પ્રમાણમાં છે. તેમાં કલિકાલનો (પાંચમા આરાનો) આ પ્રભાવ જ છે. આમ સમજ.
મનને આવું સમજાવીને તું કષાયની માત્રામાં ન આવી જા. તેવા જીવો પ્રત્યે પણ રોષ-દ્વેષ કે તિરસ્કાર કરવાનું છોડી દે અને તે જીવોની ભાવથી કરૂણા કરીને તેઓને આવા પ્રકારના કર્મનો ઉદય જ છે. આમ વિચારી તેઓ ઉપરનો રોષ તું છોડી દે. રોષ કરવાથી તે જીવો સુધરશે નહીં અને તારૂં અવશ્ય બગડશે જ. આવો ખોટનો ધંધો હે જીવ ! તારાથી કેમ કરાય ?
જે જીવો ઘણાં પાપો કરે છે. તે જીવોની ભવસ્થિતિ હજુ પાકી નથી. તેવા જીવો ચ૨માવર્તમાં પ્રવેશ્યા નથી. લઘુકર્મી બન્યા નથી. તેથી તે જીવો હજુ મોહનીયાદિ કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધવાના જ છે. ભવોની પરંપરામાં રખડવાની જ તેઓની ભવિતવ્યતા છે. તું રોષ કરીને શું કરીશ ? તારૂં પણ બગડશે અને તેઓનું સુધરશે નહીં અને ભવસ્થિતિ પાકી ન હોવાથી જ આવા જીવો તીવ્ર સંક્લેશમાં વર્તતા હોય છે તથા હિંસા આદિ પાપસ્થાનકોની પ્રવૃત્તિ રાચી માચીને હોંશપૂર્વક જ તે જીવો કરતા હોય