________________
તૃતીય પ્રસ્તાવ
યોગસાર
પાપી જીવો સદાકાળ પાપમાં જ વધારે રચ્યા-પચ્યા રહે છે. તેનું તેવું કાર્ય જોઈને હે જીવ ! તારે રોષ કરવો નકામો છે. તેમાં તારું જ અહિત થાય છે. માટે તેવા જીવો ઉપર કરૂણાભાવ લાવીને ઉપેક્ષા કરવાની ટેવ પાડ. આખું જગત આપણાથી સુધરી જ જાય, એવું ક્યારેય બન્યું નથી અને બનવાનું પણ નથી. નાહક રોષ કરીને તું કર્મ બાંધીને દુર્ગતિમાં જઈશ. તેથી હે જીવ ! તું જ પોતે કંઈક સમજ, વિચાર કર.
૨૧૦
સર્પ જ્યારથી જન્મ્યો ત્યારથી જ બીજાને ડંખ દેવાને ટેવાયેલો છે. તેના ઉપર રોષ કરવાથી કષાયોના કારણે હે જીવ ! તું જ તારૂં બગાડે છે. આવા સાપથી દૂર રહેવામાં જ ભલાઈ છે. તેવી રીતે પાપી માણસો જન્મથી જ પાપ કરવાને ટેવાયેલા છે. તું કેટલા જીવો ઉપર રોષ કરીશ ? કેટલાથી રીસ રાખીશ. માટે તે જીવો તરફ નજર ન નાખ અને તું તારા પોતાના આત્માનું કલ્યાણ કરવામાં જોડાઈ જા.
તેથી જ પરમાત્માનું, સુગુરુજીનું અને તારૂં પોતાનું એમ ત્રણનું જ તત્ત્વ વિચાર કર. જેથી તું તારું કલ્યાણ પામી શકે. ।।૨૭।। ગમવાચારિ: પ્રાયો, ભોળા: વાતાનુમાવત: । द्वेषस्तेषु न कर्तव्यः, संविभाव्य भवस्थितिम् ॥२८॥
ગાથાર્થ - પાંચમા આરાના (કલિકાલના) પ્રતાપે ઘણું કરીને લોકો અશુભ આચરણ કરનારા છે. સદાચાર રહિત જીવનવાળા છે. ખોટું જ કામ કરનારા છે. તેથી ભવસ્થિતિનો વિચાર કરીને (તે જીવોનો તેવો સ્વભાવ જ છે. એમ સમજીને પણ) તેવા પાપી જીવો ઉપર ક્યારેય દ્વેષ કે રોષ કરવો નહીં. ।૨૮।।
વિવેચન સમતાભાવને પોતાના જીવનમાં વધારે મજબૂત બનાવવા માટે પાપી જીવો ઉપર ક્યારેય પણ રોષ કરવો નહીં તથા મૈત્રી-પ્રમોદ વિગેરે ભાવનાઓથી પોતાનું હૃદય ઘણું જ વાસિત બનાવવું
-