________________
યોગસાર
પ્રથમ પ્રસ્તાવ જો ભગવાનશ્રી મહાવીરસ્વામી મારા નગરમાં પધારે તો હું સર્વવિરતિ ચારિત્ર સ્વીકારું” આવી ભાવના ભાવતાં પ્રભુ પધારતાં ઉત્તમ ભાવપૂર્વક ચારિત્રધર્મ સ્વીકારી ક્ષપકશ્રેણી માંડવા દ્વારા કેવળજ્ઞાનકેવળદર્શન પ્રાપ્ત કરીને શાશ્વત સુખને પામે છે અને પોતાના માથે આવેલા મિથ્યા કલંકને દૂર કરે છે.
શ્રાવક જીવનમાં રહીને ઉત્તમ વ્રતધારી થઈને પવિત્ર જીવન જીવવા દ્વારા આત્મકલ્યાણ સાધ્યું હોય એવાં અનેક દૃષ્ટાન્તો જૈન શાસ્ત્રોમાં જોવા મળે છે. શ્રેણિક મહારાજા, કુમારપાલ ભૂપાલ વિગેરેનાં ઉદાહરણો પ્રસિદ્ધ છે. આ રીતે શ્રાવક-શ્રાવિકા પણ કર્મમલને ચૂરીને કેવલજ્ઞાન પામીને મોક્ષે જઈ શકે છે અને ઘણા જીવો ગયા પણ છે. //૩૭ll. येनाज्ञा यावदाराद्धा, स तावद् लभते सुखम् । यावद् विराधिता येन, तावद् दुःखं लभते सः ॥३४॥
ગાથાર્થ -જે જીવ જેટલા પ્રમાણમાં પરમાત્માની આજ્ઞાનું આરાધન કરે છે, તે જીવ તેટલા પ્રમાણમાં અવશ્ય સુખ પ્રાપ્ત કરે જ છે અને જેના વડે પરમાત્માની આજ્ઞાની વિરાધના કરાય છે, તે જીવ તેટલા પ્રમાણમાં અવશ્ય દુઃખ પ્રાપ્ત કરે છે. //૩૪ો.
વિવેચન - અનંત ઉપકારી કરૂણાના સાગર એવા શ્રી તીર્થંકર પરમાત્માની આજ્ઞા સદાકાળ સર્વ જીવોના હિતને કરનારી અને પરમસુખ આપનારી જ હોય છે. તેઓશ્રીની આજ્ઞાના પાલનના ઉપાયો જણાવવા દ્વારા ફળ પ્રાપ્તિ શું થાય ? તે પણ જણાવે છે.
જે સાધક આત્મા યથાશક્તિ જિનેશ્વરની આજ્ઞાની યથાર્થ શ્રદ્ધા કરવા દ્વારા હૈયાના ઉમદા ભાવપૂર્વક પાલન કરે છે, તે જીવ તેટલા પ્રમાણમાં બાહ્ય અને અભ્યન્તર સુખ-સંપત્તિ પ્રાપ્ત કરે જ છે અને જે