________________
૭૦.
પ્રથમ પ્રસ્તાવ
યોગસાર કરવાની શુભ ભાવનાથી સર્વ કર્મોને ચૂરી નાખીને જલ્દી જલ્દી મુક્તિપદને પ્રાપ્ત કરે છે. [૩૩
વિવેચન - શ્રાવક અને શ્રાવિકા ઘરવાળાં હોવાથી આરંભસમારંભવાળાં તો છે જ. તેનાં ત્યાગી નથી તો પણ અણુવ્રતાદિના પાલન કરવા દ્વારા ધર્મતત્ત્વનું આલંબન લઈને ગામનો નગરશેઠ હોય તો પણ અથવા દેશનો રાજા-મહારાજા હોય તો પણ અતિશય ભાવપૂર્વક શ્રી વીતરાગ પરમાત્માની ભાવપૂજા અને દ્રવ્યપૂજા કરતાં કરતાં શુભભાવ-વાળો બનીને કેવળજ્ઞાની-કેવળદર્શની બને છે.
શ્રાવક જીવનમાં દ્રવ્યપૂજા કરતાં કરતાં પરિણામની ધારામાં ચઢતાં ચઢતાં સાંસારિક સર્વ બાહ્ય સંપત્તિ અને સુખ-સમૃદ્ધિનો ત્યાગ કરીને, મોહ-માયા અને મમતા તજી દઈને તે જ ભવમાં આત્મકલ્યાણ સાધે છે. આવા અનેક દૃષ્ટાન્તો શાસ્ત્રોમાં જોવા મળે છે.
નાગકેતુ પરમાત્માની પુષ્પપૂજા કરતા હતા ત્યારે જ ઝેરી સર્પ ડંખ મારે છે (કરડે છે, પરંતુ શુભધ્યાન દ્વારા વિષનું નિવારણ થઈ જાય છે અને કેવળજ્ઞાન-કેવળદર્શન પ્રાપ્ત કરે છે.
સુવ્રત શેઠ તથા સુદર્શન શેઠ પરમાત્માની પ્રતિદિન દ્રવ્યપૂજા અને ભાવપૂજા કરવા દ્વારા મૌન એકાદશીનું સુંદર વ્રતપાલન કરે છે અને નવકાર મંત્રનું ભાવપૂર્વક અતિશય ભાવવાહી સ્મરણ કરે છે કે જેનાથી શૂળીનું સિંહાસન થાય છે અને પોતાના માથે આવેલા ખોટા કલંકનું નિવારણ થાય છે. કાળક્રમે દીક્ષા ગ્રહણ કરી મુક્તિપદ સાધે છે.
વળી સિંધુ અને સૌવીર દેશના સ્વામી ઉદાયન મહારાજા શ્રી મહાવીર પ્રભુની સુંદર મૂર્તિ પ્રાપ્ત થતાં પોતાની પત્ની શ્રીપ્રભાવતી રાણી સાથે પરમાત્માની ઉમદા ભાવપૂર્વક પૂજા કરે છે. આવા પ્રકારની દ્રવ્યપૂજા કરતાં કરતાં ભાવનાની વૃદ્ધિ થવાથી દેશવિરતિધર શ્રાવકશ્રાવિકા બને છે. પૌષધ કરીને નિર્મળ ભાવના ભાવે છે કે -
ક
ક
=