________________
યોગસાર
ચતુર્થ પ્રસ્તાવ
૨૪૭ કહીશું, ગાંડો કહીશું. પરંતુ એવું જ કામ આપણે કરીએ છીએ. અલ્પકાલીન ભોગસુખની ખાતર અમૂલ્ય સંયમધન વેચી નાખીએ છીએ. આ વાત સંસારરસિક જીવ જોતો નથી. માટે આ વિષયનું વધારે ચિંતનમનન કરવું અતિશય જરૂરી છે. 7/૨૨-૨૩ી चारित्रैश्चर्य संपन्नं, पुण्यप्राग्भारभाजनम् । मूढबुद्धिर्न वेत्ति स्वं, त्रैलोक्योपरिवर्तिनम् ॥२४॥
ગાથાર્થ - પોતે ચારિત્રરૂપી મહાન ઐશ્વર્યથી યુક્ત છે. જે ચારિત્ર ગુણ ઉત્કૃષ્ટ પુણ્યના ભંડાર સ્વરૂપ છે અને ત્રણે લોકમાં સૌથી શ્રેષ્ઠ છે. આવી વાતને મૂઢબુદ્ધિવાળો તે જીવ જાણતો નથી. // ૨૪ો.
વિવેચન - “ચારિત્ર ગુણ” જે સાધુને પ્રાપ્ત થયો છે, તે ચારિત્ર ગુણ સમગ્ર લોકમાં સૌથી શ્રેષ્ઠ ગુણ છે. કારણ કે તે ચારિત્રગુણ ભોગોના ત્યાગરૂપ અને સંવેગ-વૈરાગ્યના પરિણામ સ્વરૂપ છે. વળી તે ચારિત્ર ગુણ મુક્તિનો હેતુ છે, જેથી પરમ ઐશ્વર્યને આપનાર છે.
છ ખંડના સ્વામી ચક્રવર્તી રાજા પણ જ્યારે જ્યારે તેઓને સાચું તત્ત્વ સમજાય છે, ત્યારે ત્યારે પગની નીચેની ધૂળની જેમ છ ખંડના રાજ્યનો પણ ત્યાગ કરીને ચારિત્ર ધર્મ સ્વીકારે છે. આવું શ્રી તીર્થંકર ભગવંતોએ આચારાંગસૂત્રના લોકસાર નામના અધ્યયનમાં કહ્યું છે. ભોગી જીવ કરતાં ત્યાગી જીવ ઘણો જ ઉંચો છે. એક દિવસના ચારિત્રવાળા મુનિને દેશનો રાજા પણ વંદના કરે છે.
એક વર્ષ સુધી ચારિત્ર પર્યાય પાળનારા મુનિ ચારિત્ર ગુણના આસેવનમાં આત્મશુદ્ધિનો ઘણો પ્રકર્ષ પ્રાપ્ત કરે છે. આ આત્મા ચારિત્રના સંસ્કારોથી અતિશય વાસિત થઈ જાય છે. ચારિત્રના સંસ્કારોથી વાસિત થવાના કારણે ચારિત્ર ગુણમાં એટલો બધો સુખનો આનંદ પ્રાપ્ત થાય