________________
૨૪૮ ચતુર્થ પ્રસ્તાવ
યોગસાર છે કે જે અનુત્તરવાસી દેવને દેવભવના અનુભવમાં જે સુખ લાગે છે, તેના કરતાં અનેકગણા સુખનો અનુભવ ચારિત્ર ગુણમાં આ મહાત્માને અનુભવગોચર થાય છે.
જે ચારિત્રના સુખના આનંદનો અનુભવ દૈવિક સુખ કરતાં પણ અનંતગુણા સુખનો અનુભવ આ જીવને થાય છે, ત્યારબાદ જેમ જેમ વર્ષો જાય છે. તેમ તેમ આ આત્માના પરિણામની ધારા (લેશ્યા) વધારે ને વધારે નિર્મળ-નિર્મળતર થતી જ જાય છે અને તેનો આનંદ વધતો જ જાય છે.
આ પ્રમાણે સ્વભાવદશાના આનંદના પ્રતાપે નિર્મળ-નિર્મળતર ચારિત્ર થતાં આ જીવ ક્ષપકશ્રેણી ઉપર આરૂઢ થાય છે. અંતર્મુહૂર્ત માત્રમાં મોહનો ક્ષય કરી, બારમા ગુણઠાણે આવી શેષ ત્રણ ઘાતિકર્મોનો પણ ક્ષય કરી કેવલજ્ઞાન પ્રાપ્ત કરી, ગામાનુગામ વિચરી જગતના જીવોનો ઉપકાર કરી અયોગી બનીને સર્વ કર્મોનો નાશ કરી મુક્તિપદ પ્રાપ્ત કરે છે. આ રીતે આમ પોતાના આત્માનું કલ્યાણ કરનાર બને છે.
અથવા તે જીવોમાં કોઈક જીવ “સવિ જીવ કરૂં શાસનરસી”ની ઉત્તમ ભાવના ભાવતાં ભાવતાં તીર્થકર નામકર્મ બાંધી તેનાથી ત્રીજા ભવે તીર્થંકરપણાની પદવી પ્રાપ્તિ કરી તીર્થની સ્થાપના કરી, અનેક ભવ્ય જીવોને સંસારથી તારી સ્વયં પોતે પણ મોક્ષસુખને પ્રાપ્ત કરે છે.
ચારિત્ર ગુણ મુક્તિદાયક હોવા છતાં તેવું મોક્ષદાયક ચારિત્ર પ્રાપ્ત કરીને પણ મોહાંધ એવો મૂઢ જીવ આવા પ્રકારના પ્રભાવશાળી ચારિત્રને સમજતો નથી. “અનંત ગુણોનો હું સ્વામી છું, હું ચારિત્રવાળો આત્મા છું” આ વાર્તા આવો મોહાંધ જીવ ભૂલી જાય છે. ચારિત્ર ગુણ આત્મકલ્યાણના ભંડાર રૂપ છે. ત્રણે લોકમાં સૌથી શ્રેષ્ઠ છે. આ વાત આ જીવ ભૂલી જાય છે અને મંત્ર-તંત્ર કરવામાં અને પોતાની ચાલાકી.