________________
યોગસાર
ચતુર્થ પ્રસ્તાવ
૨૪૯
બતાવવામાં જ પડી જાય છે અને ભોગસુખોમાં જ ગરકાવ થઈ જાય છે. મહાન પુણ્યોદયે પ્રાપ્ત થયેલા નરભવને આત્મકલ્યાણ સાધ્યા વિના હારી જ જાય છે. ૨૪॥
ततश्च भिक्षुकप्रायं मन्यमानो विपर्ययात् । માનિ:સ્વધનેશાનાં, તતનાનિ રોત્યસૌ રા
ગાથાર્થ – તે કારણથી વિપરીત બુદ્ધિ થવાના કારણે પોતાની જાતને ભિખારી તુલ્ય સમજતો છતો નિર્મળભાવ રૂપી આત્મધનથી રહિત એવા ધનવાનોની ખુશામત કરતો આ જીવ સંસારમાં ભટકે છે. I૨૫॥
વિવેચન – આ જીવ ચારિત્રવાન સાધુપણાની આટલી ઉંચી દશા પામ્યો હોવા છતાં તે ચારિત્રની કિંમત નહીં સમજાવાથી અને મોહદશાની તીવ્ર મૂઢતા થવાથી અજ્ઞાનદશાની અધિકતાના કારણે સત્ત્વગુણથી હીન પુરુષને આવા પ્રકારની વિપર્યાસબુદ્ધિ-મિથ્યાબુદ્ધિ થાય છે તથા ‘ચારિત્ર ગુણ એ સર્વોપરી લક્ષ્મી છે’’ આવું યથાર્થ ભાન ન થવાથી તે જીવ પોતાની જાતને એક ભિખારી રૂપે માને છે અને જ્યાં ત્યાં મંત્ર-તંત્ર-કુંડલી આદિ જોવા અને કરવા દ્વારા ધનવંતોની સેવા કરતો ફરે છે.
ઉત્તમ ભાવોથી દિરદ્ર બનેલો આ સાધુ પેટ પૂરતી ભિક્ષા માટે ધનવંત લોકોની પાસે આજીજી કરતો ભાટ-ચારણની જેમ ભોજનવસ્ત્ર-પાત્રાદિ પ્રાપ્ત કરવા માટે તેમની સેવા-પ્રશંસા કરવા સ્વરૂપ ખુશામત કરતો આ જગતમાં ભટકે છે. ૫૨૫દાર્થોની સ્પૃહા દ્વારા આવા જીવો અનેક પ્રકારનાં દુઃખો પામે છે. આવી ઘણી સ્પૃહાવાળા અને જ્યાં ત્યાં વસ્તુઓની યાચના કરનારા અને અપેક્ષા રાખનારા આવા જીવો । તૃણતુલ્ય ગણાય છે. જ્યાં ત્યાં માગ્યા જ કરે છે અને વસ્તુઓ પ્રાપ્ત કરવા માટે કાલાવાલા કરતા નીચી દશાને (હલકી દશાને) પામે છે. ૨૫॥ प्रशान्तस्य निरीहस्य, सदानन्दस्य योगिनः । इन्द्रादयोऽपि ते रङ्कप्रायाः स्युः किमुतापराः ॥२६॥