________________
૨૪૬ ચતુર્થ પ્રસ્તાવ
યોગસાર વિવેચન - થોડા લાભ ખાતર ઘણું નુકસાન જે વેઠે તે જેમ મૂર્ખ કહેવાય, તેમ સત્ત્વહીન પુરુષ થોડાક સંસારી પ્રલોભનમાં અંજાઈ જઈને તેની પ્રાપ્તિ માટે મહાન કિંમતી સંયમરત્ન ગુમાવી નાખે છે. પરંતુ કિંમતી એવા સંયમરત્નનું આ જીવ પાલન કરતો નથી.
(૧) શરીરની સુખશીલતા ખાતર, (૨) શાતાગારવ, ઋદ્ધિગારવ અને રસગારવ - આ ત્રણે પ્રકારની તીવ્ર આસક્તિના કારણે (ત્રણે પ્રકારના ગારવના કારણે) મનગમતું ઇષ્ટ ભોજન, ભભકાદાર સુંદર વસ્ત્ર-પાત્રાદિ અને માન-સન્માનાદિ મેળવવા માટે સંસારી જીવોને મંત્રતંત્રાદિના પ્રયોગો પ્રકાશિત કરે તથા તેના ઘરની અને તેના મુખની ચિંતા કરતો ફરે, જ્યોતિષાદિ શાસ્ત્રોનો આધાર લઈને “આમ કરવાથી તમને ઘણો ધનલાભ થશે, આમ કરવાથી તમને ઘણું ધનનું નુકસાન થશે” ઇત્યાદિ શુભાશુભ ફળ પ્રકાશિત કરે.
આ પ્રમાણે પોતે સ્વીકારેલા સંયમરત્નની દરકાર ન કરતો છતો છએ પ્રકારની જીવનિકાયની હિંસા થાય તેવા પાપકારી વ્યાપારનો ઉપદેશ આપતો રહે. સ્વીકારેલાં વ્રતોની વિરાધના કરે, આવા પ્રકારે પોતાની સ્વીકારેલી પ્રતિજ્ઞાનો ભંગ કરનારા જીવો દુર્ગતિનું આયુષ્ય બાંધીને આ સંસારમાં અનંત ભવભ્રમણ કરે છે.
ખરેખર, આ જીવનું આ કર્તવ્ય એક કાકિણી (કોડી) માટે કરોડોનું ધન ગુમાવવા બરાબર છે અર્થાત એક કાકિણીની (કોડીની) કિંમત નહીવત્ છે, તેને લેવા માટે કોઈ મૂર્ખ મનુષ્ય, કરોડોની સંપત્તિ હોડમાં મૂકે અર્થાતુ કરોડોની સંપત્તિ આપી દે તો તે જીવ જેમ મૂર્ખ કહેવાય. તેમ સત્ત્વહીન પુરુષ પણ થોડાક સંસારી પ્રલોભનો માટે પોતાના સંયમાદિ ગુણરત્નોને (જે લાખો કરતાં પણ અધિક કિંમતવાળા અને ફરીથી અપ્રાપ્ય છે, તે સર્વને) વેચી નાખે છે.
એક કોડી ખરીદવા લાખોનું ધન આપી દે, તેને આપણે મૂર્ખ