________________
૨૪૫
યોગસાર
ચતુર્થ પ્રસ્તાવ નામમાત્રથી પણ ભાગી જાય છે, જેમ સિંહનું નામમાત્ર સાંભળીને ડરપોક માણસો ભાગી જાય છે, તેમ નિરતિચાર એવું કઠીન સંયમ પાળવાની વાતથી પણ જે સાધુ-સંતો ત્રાસ પામી જાય છે તે. આ ચોથો પ્રકાર જાણવો.
આ ચારે ભાંગામાં માત્ર પ્રથમ ભાંગાવાળા જીવો જ વધુ સારું ચારિત્ર પાળી શકે છે અને કર્મોના ભૂક્કા બોલાવી દે છે. આના જેટલું ફળ પામી શકે તેવું બીજા-ત્રીજા-ચોથા ભાંગામાં નથી. એટલે સિંહના જેવા પરાક્રમપૂર્વક વ્રતો ગ્રહણ કરે અને પરાક્રમપૂર્વક વ્રતો પાળે તો જ વિશિષ્ટ નિર્જરા આ જીવ કરે છે. આમ મહાત્મા પુરુષો શાસ્ત્રોમાં કહે છે. ૨૧/l. किन्तु सातैकलिप्सुः स, वस्त्राहारादिमूर्च्छया । कुर्वाणो मन्त्रतन्त्रादि गृहव्याप्तिं च गेहिनाम् ॥२२॥ कथयंश्च निमित्ताद्यं, लाभालाभं शुभाशुभम् ।। कोटि काकिणिमात्रेण, हारयेत् स्वं व्रतं त्यजन् ॥२३॥
(યુમમ્) ગાથાર્થ – સાતાની (ઇન્દ્રિયજન્ય સુખોની) જ એક લાલસાવાળો એવો તે શિથિલ સાધુ વસ્ત્ર-પાત્ર અને ઇષ્ટ (મનગમતાં) ભોજન આદિની આસક્તિથી તેવી તેવી વસ્તુઓની પ્રાપ્તિ માટે મંત્ર-તંત્રાદિનો પ્રયોગ કરે છે અને ગૃહસ્તોના ઘરની ચિંતા કરે છે. વળી અષ્ટાંગ નિમિત્તાદિ ભાવો પ્રકાશિત કરે છે તથા સંસારી જીવોના ધંધા-વેપાર આદિમાં ધનના લાભાલાભને પ્રકાશિત કરે છે. વળી શુભ અને અશુભ ફળો બતાવે છે. આ રીતે પોતાના ઉત્તમ એવા સાધુવ્રતને ત્યજતો આ મુનિ “એક કાકિણી (કોડી) માટે કરોડોનું ધન ખર્ચ” તેવા પુરુષની જેમ ઓછો લાભ અને વધારે નુકસાન એવો ધંધો-વ્યવહાર કરે છે. [૨૨-૨૩