________________
૨૪૪ ચતુર્થ પ્રસ્તાવ
યોગસાર વિવેચન-જૈન આગમ શાસ્ત્રોમાં મુનિ જીવનની વૃત્તિ અર્થાત્ મુનિ જીવનનું આચરણ એટલે દિનચર્યા. જેમ કે પાંચ મહાવ્રત પાળવાં, જ્ઞાનાદિ ગુણોના પંચવિધ આચાર પાળવા અષ્ટપ્રવચનમાતાનું પાલન તથા ક્ષમાનમ્રતા ઇત્યાદિ દશવિધ મુનિધર્મોનું પાલન અને સત્તર પ્રકારના સંયમાદિનું પાલન ઇત્યાદિ ભાવોનું સારી રીતે વર્ણન કરેલું છે.
આગમમાં કહેલા તે સઘળા પણ આચારોનું પાલન સિંહ જેવી સત્ત્વશાળી-પ્રભાવશાળી વ્યક્તિઓ જ કરી શકે છે. સામાન્ય મુનિનું અથવા શિથિલાચાર પાળવાની વૃત્તિવાળા જીવનું આ કામ જ નથી. મુનિ જીવનમાં ગ્રહણ કરેલા આચારોના પાલનના ચાર પ્રકાર છે. તે આ પ્રમાણે –
(૧) જે સત્ત્વશાળી સાધુઓ-ભગવંતો છે, તે જ મુનિ મહાત્માઓ સિંહના જેવી વૃત્તિથી ચારિત્ર ગ્રહણ કરીને સિંહવૃત્તિથી પાળે છે અર્થાત્ સિંહના જેવા પરાક્રમ સ્વભાવવાળા મુનિ તેવા પરાક્રમપૂર્વક પાળવાની ભાવનાથી વ્રત લે છે અને તેવી જ રીતે જરા પણ અપવાદો સેવ્યા વિના પાળે પણ છે તે પ્રથમ પ્રકાર જાણવો.
() જે મહાત્માઓ સિંહના જેવી પરાક્રમી વૃત્તિથી ચારિત્ર ગ્રહણ તો કરે છે, પરંતુ પાળવામાં શીયાળ જેવા શિથિલ થઈને જે પાળે છે, તેવા જીવો. તે બીજો પ્રકાર જાણવો.
(૩) કેટલાક શિયાળની જેવી ડરપોક વૃત્તિવાળા બનીને ગુરુની પાસે દીક્ષા ગ્રહણ કરીને ગુરુજીના ઉપદેશથી વ્રતમાં સ્થિર થયા છતા સિંહની જેમ પરાક્રમ ફોરવવા પૂર્વક નિરતિચારપણે પાળે છે. આ ત્રીજો પ્રકાર જાણવો.
(૪) જેઓ શિયાળની જેવી ડરપોકવૃત્તિથી સંયમ ગ્રહણ કરે છે અને પાલન કરવામાં પણ સત્ત્વહીન થયા છતાં શિયાળની જેમ શિથિલઢીલું ડરપોકવૃત્તિપૂર્વક પાલન કરે છે. જેઓ સિંહના જેવી વૃત્તિના