________________
યોગસાર ચતુર્થ પ્રસ્તાવ
૨૪૩ ગરીબોના બેલી છો, ગરીબોના મિત્ર છો, તમે અનેક ગરીબોનાં દુઃખો દૂર કર્યા છે. તમારું નામ સાંભળીને હું તમારી પાસે આવ્યો છું.”
આવા પ્રકારનાં ખુશામત કરનારાં અને દાતાની વાહવાહ ગાનારાં જ વચનો આ જીવ બોલ્યા કરે છે. પગે પડે છે. પગચંપી કરે છે. સત્ત્વહીન જીવો પોતાના ભરણપોષણ માટે તમામ પ્રકારનાં કાલાવાલાં કરે છે. જે વર્ણવી શકાતાં નથી.
તથા બહેનોને (સ્ત્રી વર્ગને) જોઈને કહે છે કે “તમે મારી મા છો, તમે મારી સાસુ છો, તમે મારી બહેન છો, તમે મારી ફઈબા છો. આમ કૃત્રિમ સગપણ ઉભા કરીને મીઠાશ મેળવવાનો પ્રયત્ન કરે છે” તથા ભાઈઓને જોઈને કહે છે કે “તમે મારા મા-બાપ છો, તમે મારા ભાઈ છો, તમે મારા કાકા છો, તમે તો મારા મામા છો, હું તમારો પુત્ર છું, ભાઈ છું, ભાગીદાર છું. હું તમારો ભત્રીજ છું. હું તમારો ભાણેજ છું. હું તમારો દાસ છું, તમે જ મારા સ્વામી છો. તમે જ મારા સગા છો.” આવી વાણી ઉચ્ચારીને જ્ઞાતિના કૃત્રિમ સંબંધો રજૂ કરીને લોકોની ખુશામત કરે છે. લોકોની પાસેથી પ્રાપ્ત થયેલી ભીખ દ્વારા પોતાના વિષયરસને પોષે છે. જ્યાં ત્યાં પગે પડતા-પગચંપી કરતા જરા પણ લજ્જા પામતા નથી. આવી પરિસ્થિતિ સર્વહીન જીવોની હોય છે. //૧૯-૨વણી
आगमे योगिनां या तु, सैंही वृत्तिः प्रदर्शिता । तस्यास्त्रसति नाम्नापि, का कथाऽऽचरणे पुनः ॥२१॥
ગાથાર્થ - યોગી મહાત્માઓની વૃત્તિ (યોગીઓનું આચરણ) જૈન આગમોમાં સિંહ જેવી કહી છે. તેના નામમાત્રથી પણ સત્ત્વહીન સાધુ ત્રાસ પામે છે. તો પછી તેવી સિંહ જેવી વૃત્તિનું આચરણ કરવાની વાત જ ક્યાં રહે છે ? //ર૧ી.