________________
યોગસાર દ્વિતીય પ્રસ્તાવ
૧૬૯ સમતાગુણવાળા અને મંત્રી આદિ ચાર પ્રકારની ભાવનાઓથી શુભ અને શુદ્ધ ભાવમાં વર્તનારા સાધુ પુરુષોમાં-મહાત્મા પુરુષોમાં જ યથાર્થ રીતે પ્રગટ થાય છે.
ક્ષમાં ગુણ વિના નમ્રતા અને નમ્રતા વિના સરળતા પ્રગટ થતી નથી તથા મૈત્રી આદિ ભાવનાઓ વિના ક્ષમાગુણ આવતો નથી. આમ આ સર્વે ગુણો પરસ્પર સંકળાયેલા છે. વંદિત્તાની ગાથામાં કહ્યું છે કે – खामेमि सव्वजीवे, सव्वे जीवा खमन्तु मे । मित्ती मे सव्वभूएसु, वेरं मज्झं न केणइ ॥४९॥
હું સર્વ જીવોને ખમાવું છું. સર્વે જીવો પણ મને ખમાવો. મારે સર્વ જીવો ઉપર મૈત્રી છે. પરંતુ કોઈની પણ સાથે વૈરભાવ નથી. હું સવે પણ તેઓના અપરાધની ક્ષમા આપું છું અને તેઓ તરફ મારાથી લેવાયેલા સર્વે પણ અપરાધોની હું ક્ષમા માગું છું. તેઓ મને ક્ષમા આપો.
મૈત્રી આદિ ભાવનાઓ અને ક્ષમા આદિ ગુણોરૂપી નિર્મળ પાણીથી ક્રોધાદિ કષાયોરૂપી અગ્નિ બુઝાઈ જાય છે અને આ આત્મા અતિશય શાંત અને શીતળ બની જાય છે. ક્ષમાગુણ આ જીવમાં સહજ સ્વભાવભૂત બની જાય છે, ત્યારે આ જીવમાં સમતાગુણ પ્રગટ થાય છે અને સમતાગુણ આવવાથી દૃષ્ટિરાગજન્ય બાહ્ય મતભેદો, વૈરભાવ, પરસ્પર ક્લેશ અને કદાગ્રહ આદિ દોષો સર્વથા નાશ પામે છે અને પરસ્પર સ્નેહભાવ-મૈત્રીભાવ વધવાપૂર્વક આ આત્મા સમભાવે પોતાની સાધનાનું કાર્ય કરી શકે છે. ૩૮
द्वितीय प्रस्ताव समाप्तः