________________
૧૬૮
દ્વિતીય પ્રસ્તાવ
યોગસાર
જોઈએ. સંસારી જીવનના નાના-મોટા પ્રત્યેક પ્રસંગોમાં સમતાભાવનો અભ્યાસ ચાલુ જ રહેવો જોઈએ. સમતાના લક્ષ્ય વિનાનાં સર્વે પણ અનુષ્ઠાનો જ્ઞાની મહાત્માઓએ નિષ્ફળ ગણાવ્યાં છે.
ધર્મના બાહ્ય સ્વરૂપમાં મત-મતાન્તરોના કારણે પરસ્પર ક્લેશ કે કદાગ્રહ થવાનું બને, પરંતુ તેને ત્યજીને જીવમાત્ર સાથે મૈત્રી આદિ ઉત્તમ ભાવ કેળવીને સમતાભાવમાં જ રહેવું અને સમતાભાવને જ સ્થિર બનાવવા વધારે પ્રયત્નશીલ બનવું જરૂરી છે.
ભગવાનની વાત જમાલી વિગેરે ઘણા જીવોએ માની નથી. છતાં પરમાત્મા કોઈના પણ ઉપર દ્વેષભાવવાળા બન્યા નથી અને ગૌતમસ્વામી આદિ ઘણાએ ભગવાનની વાત સ્વીકારી છે, તો પણ પરમાત્મા તેમના ઉપર રાગી બન્યા નથી. સામેનો જીવ અનુકૂળ થાય કે પ્રતિકૂળ થાય તે તો તે જીવનું કર્તવ્ય છે, પણ સાધક આત્માએ કોઈના પણ ઉપર રાગ કે દ્વેષ કરવો ઉચિત નથી.
સમતા ગુણ પ્રાપ્ત કરવામાં અવરોધક જો કોઈ હોય તો દૃષ્ટિરાગ છે. જેના ઉપર દૃષ્ટિરાગ થયો હોય તેનું જ સાચું લાગે. એટલે તે સિવાયના અન્ય જીવ ઉપર અવશ્ય દ્વેષ થાય જ. એટલે દૃષ્ટિરાગથી
માત્સર્ગ (અન્ય ઉપર અણગમો-દ્વેષ) થાય જ છે. આ માત્સર્યને દૂર કરવા માટે જ મૈત્રી આદિ ચારે ભાવનાઓ રૂપી ગંગા નદીમાં આ આત્માએ નિત્ય સ્નાન કરવું જોઈએ. જેથી માત્સર્યનો મેલ રહે નહીં.
સમતાગુણ કેળવવાથી આ જીવમાં શુદ્ધ ધર્મનો પ્રવેશ થાય છે અને આ આત્મામાં શુદ્ધ ધર્મનો દિન-પ્રતિદિન વિકાસ થાય છે.
ક્ષમા-નમ્રતા આદિ દશ પ્રકારનો સર્વશ્રેષ્ઠ શ્રમણ ધર્મ પણ