________________
૧૬૭
યોગસાર
દ્વિતીય પ્રસ્તાવ આદિ ચારે ભાવનાઓથી વાસિત થયા છતા સમતાભાવને લાવનાર બને છે તથા સમતાભાવવાળા મુનિમાં જ આ ગુણો વિકસે છે. માટે ધર્મના અર્થી સાધક આત્માઓએ સમતાભાવ કેળવવા અને મૈત્રી આદિ ચારે ભાવો જીવનમાં વિકસાવવા સતત પ્રયત્નશીલ રહેવું.
મૈત્રી આદિ ભાવનાઓ ઘણા ભવોના અભ્યાસથી જયારે ભાવિત બને છે. ત્યારે જ વાસ્તવિકપણે સમતાયોગ સિદ્ધ થાય છે. તેમાં ક્ષમાદિ દશવિધ યતિધર્મો સહકારી કારણભૂત છે. આ રીતે સમતાભાવની વૃદ્ધિ થતાં આ જીવ ક્ષપકશ્રેણી માંડીને કેવલજ્ઞાની, કેવલદર્શની બને છે. આમ ક્ષાયોપથમિક ભાવમાંથી આ જીવ ક્ષાયિક ભાવમાં રૂપાંતરિત થાય છે. [૩૭થી. साम्यं समस्तधर्माणां, सारं ज्ञात्वा ततो बुधाः । बाह्यं दृष्टिग्रहं मुक्त्वा, चित्तं कुरुत निर्मलम् ॥३८॥
ગાથાર્થ - સમસ્ત ધર્મોનો સાર સમતાભાવ છે. આમ જાણીને હે પંડિત પુરુષો ? તમે બાહ્ય દૃષ્ટિઓનો આગ્રહ ત્યજીને (એટલે મતભેદોના આગ્રહો ત્યજીને) ચિત્તને નિર્મળ બનાવો. //૩૮/
વિવેચન - કોઈ પણ પ્રકારનો ધર્મ હોય અથવા ધર્મનો પટાભેદ હોય, પરંતુ સર્વ પ્રકારના ધર્મનો સાર “સામ્યતા” છે.
તપ-જપ-દાન-શીયળ વિગેરે ધર્મનાં બધાં જ અનુષ્ઠાનોમાં તન્મય થઈને તે તે અનુષ્ઠાનો આચરીને પણ અંતે તેના દ્વારા “સમતાભાવને” જ સિદ્ધ કરવાનો છે.
સમતાયોગ સાધવાનો છે. તે માટે તેનું જ લક્ષ્ય રાખીને જ સર્વ અનુષ્ઠાનોમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. કોઈપણ અનુષ્ઠાન ભલે આદરો, પરંતુ તેના દ્વારા સાધવાનું લક્ષ્ય તો સમતાનું જ હોવું