________________
ર (તૃતીય પ્રસ્તાવ:)
સીખ્યોપવેશ: .
सहजानन्दसाम्यस्य विमुखा मूढबुद्धयः । इच्छन्ति दुःखदं दुःखोत्पाद्यं वैषयिकं सुखम् ॥१॥
ગાથાર્થ - મૂઢ બુદ્ધિવાળા અજ્ઞાની જીવો સ્વાભાવિક સમતાભાવના સુખથી વિમુખ થયા છતાં, દુ:ખદાયી અને દુઃખથી જ ઉત્પન્ન થનારા એવા વિષયસુખને ઇચ્છે છે. જેના
વિવેચન- “સમતાભાવ” એ જીવને સ્વાભાવિક આનંદ આપનારો પરમગુણ છે. સમતાભાવમાં રહેનારા જીવને કોઈ તરફ આકર્ષાવાનું કે તણાવાનું સંભવતું નથી. તેથી જ સર્વધર્મોમાં શ્રેષ્ઠ ધર્મ સમતાભાવની પ્રાપ્તિ છે. આવા પ્રકારનો સમતાભાવ એ શુદ્ધ આત્મધર્મ છે. સમતાના સુખની તુલના બાહ્યભાવો સાથે કરી શકાતી નથી. સંસારમાં જે સુખી કહેવાય છે, તે ઈન્દ્ર-ચક્રવર્તી કે વિશિષ્ટ કોટિના દેવો (અનુત્તરવાસી દેવો) પણ રાગ અને દ્વેષના પરિણામજન્ય દુઃખોથી ભરેલા છે. તેઓ પણ રાગદ્વેષાદિથી થનારા મોહજન્ય અનેક પ્રકારના દુઃખોથી ડૂબેલા છે.
સુખના બાહ્ય સાધનો વિનાના સાધુ મહાત્માને સમતાભાવનું અપાર સુખ હોય છે. તે સમતાભાવના સુખમાં રાચતા મુનિ મહાત્માઓ અનુત્તરવાસી દેવોના સુખને પણ ઓળંગી જાય છે. કર્મોની નિર્જરા કરી આત્મગુણોના અપરિમિત સુખને પામે છે.
પરંતુ જે જીવો અજ્ઞાની છે, આત્મતત્ત્વના સુખના અજાણ છે. કેવળ વિષયસુખોમાં જ રાચે-માચે છે, તેવા અજ્ઞાની જીવો સમતાગુણના