________________
યોગસાર
તૃતીય પ્રસ્તાવ
૧૭૧
પારમાર્થિક સુખથી વિમુખ થયા છતા પાંચ ઇન્દ્રિયજન્ય વિષયોમાં સુખ માને છે અને તેમાં જ સુખ શોધે છે. ઇન્દ્રિયજન્ય સુખ પ્રાપ્તિ માટે ધન અવશ્ય જોઈએ જ, તેથી ધન મેળવવા માટે હિંસા-અસત્ય-ચોરી-અબ્રહ્મ અને પરિગ્રહાદિ અઢારે પાપસ્થાનકોનું સેવન કરે છે. કામની વાસનામાં આસક્ત થઈને પરસ્ત્રીગમન જેવું પાપ પણ કરે છે. તેનાથી આ લોકમાં વધ-બંધન અને અપયશનાં દુઃખો પામે છે તથા પરભવમાં નરક-નિગોદ અને તિર્યંચગતિ પામીને વિવિધ દુઃખો જ પ્રાપ્ત કરે છે. યાતનાઓ અને પીડા જ પામે છે. આ વિષયસુખો દુ:ખોથી જ મળે છે અને મળ્યા પછી પણ દુઃખો જ આપે છે. આ રીતે વિષયસુખ તે દુ:ખે પ્રાપ્ત કરવા લાયક અને દુઃખને જ આપનારૂં છે. અજ્ઞાની જીવો મોહની તીવ્રતાના કારણે આ વાતને સમજી શકતા નથી. ।।૧।।
कषाया विषया दुःखमिति वेत्ति जनः स्फुटम् ।
तथापि तन्मुखः कस्मात् धावतीति न बुध्यते ॥२॥
-
ગાથાર્થ – “કષાયો અને વિષયો દુઃખસ્વરૂપ છે” આમ સર્વ બુદ્ધિશાળી જીવો સ્પષ્ટ જાણે છે, તો પણ આ જીવ તેની સન્મુખ કેમ દોડે છે તે સમજી શકાતું નથી. ॥૨॥
વિવેચન – સંસારમાં રહેલા સર્વે પણ જીવો સુખ માત્રને ઇચ્છે છે. દુઃખને કોઈ ઇચ્છતું નથી. કહ્યું છે કે - “સર્વે નીવા: સુમિર્ઝાન્ત, ૩:વું નેતિ માનવ:' અને સદાકાળ સુખ મેળવવા માટે જ પ્રયત્ન કરે છે, તો પણ પાંચે ઇન્દ્રિયોના વિષયો અને તેની પ્રાપ્તિ માટે કરાતા કષાયો એ તાપ-સંતાપ અને ત્રાસ જ ઉત્પન્ન કરે છે અર્થાત્ દુઃખ જ આપનારા બને છે.’’ સંસારમાં પણ આવા જ અનુભવો થાય છે.
વિષયોની પ્રાપ્તિ માટે પણ ઘણાં દુ:ખો વેઠવાં પડે છે. વિષયો પ્રાપ્ત થાય ત્યારે પણ તે વિષયો લૂંટાઈ ન જાય, ચાલ્યા ન જાય તે માટે