________________
૧૭૨ તૃતીય પ્રસ્તાવ
યોગસાર આ જીવ સદા ભયભીત અને દુઃખી જ હોય છે. છતાં કાળ પાકતાં તે વિષયોનો અવશ્ય વિયોગ થાય જ છે. ત્યારે પણ અવશ્ય દુઃખ થાય છે. આમ વિષયો પ્રાપ્ત કરવામાં, પ્રાપ્ત થયેલામાં અને વિયોગમાં અવશ્ય દુઃખ જ આપે છે, તો પણ આ જીવ તે જ વિષયોનું સેવન સુખ પ્રાપ્તિ માટે કરે છે. જ્યાં સુખનો અંશમાત્ર પણ નથી, પણ દુઃખના ડુંગરો જ છે. તેને સુખ માની આ જીવ તેની પાછળ દોડે છે. ક્રોધાદિ કષાયોને ઉત્પન્ન કરનારા જ આ વિષયો છે. તીવ્ર કષાયો કરાવવા દ્વારા આ કષાયો સ્વ-પરનું અહિત-અકલ્યાણ જ કરનારા છે. પરભવમાં પણ દુર્ગતિનાં અનેક દુઃખો જ આપનારાં છે. છતાં મોહનીયકર્મને આધીન થયેલા જીવો રાગાદિના કારણે વિષયોની પ્રાપ્તિ માટે આંધળી દોટ મૂકે છે. રાત-દિવસ જોયા વિના મનગમતા વિષયો મેળવવા અને તેના ઉપાય રૂપે ધન પ્રાપ્તિ કરવા દેશ-પરદેશગમન કરે છે. રાત ઉજાગરા વેઠે છે. ન કરવા જેવાં કામો કરે છે. આમ નજરે દેખાય છે.
આ રીતે દુઃખકારી અને દુઃખોથી જ પ્રાપ્તિ છે જેની એવા આ વિષયસુખો માટે આ જીવ આટલો બધો પ્રયત્ન કેમ કરતો હશે ? તે સમજી શકાતું નથી અર્થાત મોહાંધતા એ જ તેમાં મુખ્ય કારણ હોય એમ લાગે છે. રા. सर्वसङ्ग-परित्यागः सुखमित्यपि वेत्ति सः । सन्मुखोऽपि भवेत् किं न, तस्येत्यपि न बुध्यते ॥३॥
ગાથાર્થ - “સર્વ પ્રકારના સંગનો ત્યાગ કરવો” તેમાં જ સુખ છે. આવું તે જીવ જાણે છે તો પણ તે સર્વ સંગના ત્યાગ તરફ આ જીવ કેમ જતો નથી ? તે સમજાતું નથી. //all
વિવેચન - પાંચ ઇન્દ્રિયો દ્વારા કરાતું વિષયસેવન ક્ષણિક સુખ ભલે આપતું હોય, પરંતુ દુઃખોની પરંપરા ઉભી કરે છે. જે વિષયો પ્રાપ્ત