________________
યોગસાર
પ્રથમ પ્રસ્તાવ
૬૧
શુક્લધ્યાન તે બન્ને ધ્યાનો આત્માનું કલ્યાણ કરનાર હોવાથી ઉપાદેય છે. ત્યાં ધર્મધ્યાનના ચાર પ્રકાર આ પ્રમાણે છે.
(૧) આશાવિચય - આશ્રવ એ સર્વથા હેય છે અને સંવર તથા નિર્જરા એ ઉપાદેય છે. આવી પરમાત્માની આજ્ઞા છે. આ આજ્ઞાનું સતત ચિંતન-મનન કરવું અને તે આજ્ઞાને જીવનમાં આત્મસાત્ કરવી. આ આજ્ઞાવિચય ધર્મધ્યાન કહેવાય છે.
(૨) અપાયવિચય – અપાય એટલે દુ:ખ, રાગ-દ્વેષ-મોહ, કષાયમિથ્યાત્વ વિગેરે ભાવોથી આ જીવ કર્મ જ બાંધે છે અને ભવોભવમાં રખડે છે. વધારે દુ:ખી દુ:ખી થાય છે. માટે રાગ-દ્વેષ-કષાય-મિથ્યાત્વ વિગેરે હેતુઓ સેવવા જેવા નથી. કેવળ દુ:ખ અને પીડાના જ કારણો છે. આવી ચિંતવણા કરવી તે અપાયવિચય ધર્મધ્યાન કહેવાય છે.
(૩) વિપાકવિચય - મિથ્યાત્વાદિ બંધહેતુઓ દ્વારા બંધાયેલા કર્મોનો વિપાક એટલે કે કર્મોનાં ફળો ઘણા માઠાં છે. કોડાકોડી સાગરોપમ સુધી જેનો અંત આવતો નથી તથા નરક નિગોદમાં અપાર દુ:ખો સહન કરવાં પડે છે, આવું વિચારવું તે વિપાક વિચય ધર્મધ્યાન છે.
(૩) સંસ્થાનવિચય - ચૌદરાજલોકનું તથા છ દ્રવ્યોનું અને નવતત્ત્વનું ચિંતન-મનન કરવું તે.
આ ધ્યાનના આલંબને પરમાત્માની સાથે એકાકારતા અને તન્મયતા વધે છે. પરમાત્માના સ્વરૂપનો વિચાર કરતાં કરતાં નામસ્થાપના દ્રવ્ય અને ભાવ એમ ચારે નિક્ષેપે પ્રભુના સ્વરૂપનું ચિંતનમનન કરતાં કરતાં આ આત્મા પરમાત્માના સ્વરૂપમાં એકાકાર બની જાય છે. સંસારી ભાવો ભૂલાતા જાય છે. આવી પ્રક્રિયાથી આ આત્મા ઘણાં ઘણાં કર્મો ખપાવે છે તથા વળી પિંડસ્થ પદસ્થ રૂપસ્થ અને રૂપાતીત આવી ચાર પ્રકારની ભાવનાઓ ભાવવા દ્વારા પરમાત્માના સ્વરૂપનું ચિંતન, મનન કરતાં કરતાં તે પરમાત્માની સાથે એકાકાર