________________
૬૨ પ્રથમ પ્રસ્તાવ
યોગસાર તન્મય થયેલો આ આત્મા ઘણાં ઘણાં કર્મો ખપાવે છે. આ રીતે પ્રાથમિક અવસ્થામાં ધર્મધ્યાન અને ઉપરની અવસ્થામાં શુક્લધ્યાન દ્વારા કર્મ ખપાવતો આ જીવ આગળ જાય છે.
(૨) ભાવસારસ્તુતિસ્તવૈ: = બીજો ઉપાય શ્રેષ્ઠભાવપૂર્વક પરમાત્માની સ્તુતિઓ અને સ્તવનો ગાવાથી તેમાં અતિશય એકાકાર થવાથી, તેમનામાં વિદ્યમાન અનંતજ્ઞાનાદિ ઉત્તમ ગુણોનું સતત ગાન કરવાથી પરમાત્માની આજ્ઞાનું આરાધન થાય છે અને આપણો આત્મા તેમના તેવા પ્રકારના ગુણો તરફ વધારે ને વધારે આકર્ષાય છે. તેના દ્વારા તેમના પ્રત્યે અહોભાવ અને બહુમાન વૃદ્ધિ પામે છે.
(૩) પૂજ્ઞામિ: = પરમાત્માની મૂર્તિ એ મૂર્તિ જ છે. એટલું માત્ર ન સમજતાં આ સાક્ષાત્ પરમાત્મા જ છે. આમ અભેદષ્ટિ કરીને વીતરાગદશાને જ પ્રધાનપણે નજરમાં રાખીને તે પરમાત્માની પૂજા સેવા આદિ કરવા પડે તેવી તેવી ક્રિયામાં એકાકાર થવાથી આ સાધક આત્મા ઘણાં કર્મો ખપાવે છે તથા આવા પ્રકારના ઉંચા ભાવોમાં ચડવાથી ઉત્તમ ચારિત્રધર્મનું પાલન થાય છે.
(૪) સુવારિત્રવર્ધયા = આ રીતે ઉપર કહેલા ઉપાયો ઉપરાંત ઉત્તમ ચારિત્રનું પાલન કરવા દ્વારા અને સદાચારી શ્રેષ્ઠ જીવન જીવવા દ્વારા આમ ચારે પ્રકારે ધર્મનું આરાધન કરવાથી પરમાત્માની આજ્ઞાનું પાનિતા ભવેત્ = સારી રીતે પાલન કરેલું થાય છે.
આ પ્રમાણે (૧) ધ્યાનયોગ દ્વારા (૨) ભાવવાહી સ્તુતિ અને સ્તવનાદિ દ્વારા, (૩) પરમાત્માની સેવા-પૂજા કરવા દ્વારા તથા (૪) ઉત્તમ સંસ્કારપૂર્વકનું સદાચારી જીવન જીવવાથી - આમ ચાર પ્રકારે જિનેશ્વર પરમાત્માની આજ્ઞાનું પાલન થાય છે. આ રીતે આજ્ઞાપાલન એ જીવનનું કર્તવ્ય છે. આ જ શ્રેષ્ઠ માર્ગ છે. શ્રાવક-શ્રાવિકાને દ્રવ્યપૂજા પણ અવશ્ય કર્તવ્ય જ છે. તે દ્રવ્ય પૂજા આ આત્માને ઉત્તમોત્તમ ભાવમાં લાવે છે અને ઘણી ઘણી કર્મનિર્જરા કરાવનાર બને છે. ||રા