________________
૧૯૮ તૃતીય પ્રસ્તાવ
યોગસાર વિવેચન - હે જીવ! જે સ્વાધીન કાર્ય હોય તે જ કાર્ય કરાય, જે પરાધીન કાર્ય હોય તે ન કરાય. આટલું તો નાનો બાળક પણ સમજે છે. તો પછી તું જ્ઞાની થઈને, પંડિત થઈને દોષોથી ભરેલા અને સમતાભાવ વિનાના અને સદા સ્વાધીન એવા તારા પોતાના આત્માને સુધારવાની ઉપેક્ષા કરીને પરાધીન અને સફળતા મળે પણ ખરી અને ન પણ મળે, એવા વિકલ્પવાળા પરને સુધારવાના નિષ્ફળ પુરુષાર્થમાં તું કેમ જોડાયો છે ?
તારો પોતાનો આત્મા ને પોતાને સ્વાધીન છે. વળી તે આત્મા દોષોથી ભરેલો છે, કષાયોની ખાણ છે. સમતાભાવ વિનાનો છે પ્રતિસમયે કષાયો કરીને કર્મો બાંધે છે, તેને તું કેમ સમજાવતો નથી અને તેનું હિત થાય તેવું કામ તને સ્વાધીન છે. છતાં આ કાર્ય તું કેમ કરતો નથી ? અને પારકી પંચાતમાં પંડિતાઈ બતાવવા કેમ રચ્યોપચ્યો રહે છે ? હે જીવ ! તું કંઇક વિચાર કર.
તને પોતાને તે વાતની ખબર છે કે પરજીવ તેના પોતાનાં કર્મો લઘુ થાય તો જ તેનો કાળ પાકવાથી પ્રતિબોધ પામે છે, મારાથી નહીં. આ વાત તું જાણતો હોવા છતાં હું પરને સુધારી શકું છું આવા પ્રકારના અભિમાનથી પરને જ સુધારવાનો પ્રયત્ન શા માટે કરે છે ? તારો આત્મા તને સ્વાધીન છે તેને જ સુધારવાનો વધારે પ્રયત્ન કર.
હે આત્મા ! તું કંઈક સમજ. પોતાનો આત્મા પોતાને સ્વાધીન છે. તું તેને જેમ વાળીશ તેમ વળશે. હાલ તે રાગ-દ્વેષાદિ દોષોથી વિષમદશાવાળો બન્યો છે. મોહાંધ બન્યો છે, છતાં તેને સુધારવો તારા હાથમાં છે. કારણ કે તે સ્વાધીન છે, તું તારા પોતાના આત્માને દોષોથી મુક્ત બનાવી સમતાથી વાસિત કેમ કરતો નથી ? રાગ-દ્વેષ રૂપી વિષમતાનું જ સેવન કરે છે. તેમાં જ તું ડૂબેલો છે. જે તને પોતાને