________________
યોગસાર પંચમ પ્રસ્તાવ
૩૪૯ દ્વારા પરનું અને પોતાનું એમ ઉભયનું કલ્યાણ કરતા છતા સ્વભાવ રમણતા સ્વરૂપ ભાવચારિત્રમાં અતિશય સ્થિર બની જાય છે.
આ યોગી મહાત્મા જ્ઞાન-દર્શન અને ચારિત્ર ધર્મરૂપી યોગદશાની પ્રાપ્તિ સ્વરૂપ રસાયનનું પાન કરે છે. આવા પ્રકારના ઉત્તમ ગુણો મુનિ જીવનમાં જેમ જેમ આવતા જાય છે, તેમ તેમ સર્વ પ્રકારના વિષયો તથા કષાયોનો અને રાગ-દ્વેષાદિ ભાવ શત્રુઓનો સર્વથા ક્ષય થયે છતે અનુક્રમે આત્મામાં આત્મસામર્થ્ય પ્રગટ થાય છે અને શુદ્ધનિર્મળ એવી આત્મદશાનો અનુભવ કરવા રૂપ ઉત્તમ જીવનનું આસેવન કરનારા આ મુનિ મહાત્મા શેષ અઘાતી કર્મોને ખપાવીને પરમપદના ભોક્તા બને છે.
આ ગ્રંથમાં “આ આત્માને મોક્ષની સાથે જોડે તે યોગ” આવા પ્રકારની યોગદશાનું વર્ણન કરેલું છે. અનંત ઉપકારી શ્રી તીર્થંકર ભગવંતોએ શાસ્ત્રોમાં કહેલા યોગમાર્ગનું સ્વરૂપ આ ગ્રંથમાં ગ્રંથકર્તાએ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. “યોગ” શબ્દનો અર્થ થાય છે “જોડવું મીલન કરાવવું.” આત્માનું મોક્ષની સાથે જોડાણ થાય અર્થાત્ મીલન થાય તેને યોગ કહેવાય છે.
હવે આ આત્માને કર્મોની સાથે સંસારની સાથે જોડે તેને પણ યોગ કહેવાય છે. પરંતુ તે યોગ હેય છે, ત્યજવા લાયક છે. કારણ કે કર્મ બંધાવનાર અને સંસારમાં રખડાવનાર છે. જેને મનયોગ-વચનયોગ અને કાયયોગ કહેવાય છે. જે આશ્રવનું કારણ છે. ૧ થી ૧૩ ગુણસ્થાનક સુધી આ યોગ હોય છે. તે યોગનો સર્વથા નિરોધ કરવાથી ૧૪મા ગુણસ્થાનકે ભગવાન અયોગી બને છે.
યોગ શબ્દનો બીજો ભાવાર્થ એવો છે કે “આ આત્માને મોક્ષની સાથે જોડે” તેને પણ યોગ કહેવાય છે. કારણ કે તેમાં જોડવું અર્થ ઘટે