________________
૨૨૮ ચતુર્થ પ્રસ્તાવ
યોગસાર ન કર્યો. તેનાથી કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત કરીને મોક્ષસુખને પામ્યા.
આ ગજસુકુમાલ મુનિની જેમ જે જે મુનિ મહાત્મા ભયંકર પરીષહોને પણ સન્મુખ જઈને સમતાભાવથી સહન કરે છે. અલ્પમાત્રાએ પણ કષાયને આધીન થતા નથી. તે જ સાચા મહાશુરવીર પુરુષો છે, તે જ મહાત્માઓ કર્મશત્રુઓનો પરાભવ કરી તેનો નાશ કરીને આ આત્માના અનંતગુણોના સામ્રાજ્યનું સુખ પ્રાપ્ત કરે છે. I૬ll उपसर्गे सुधीरत्वं, सुभीरुत्वमसंयमे । लोकातिगं द्वयमिदं, मुनेः स्याद् यदि कस्यचित् ॥७॥
ગાથાર્થ – ઉપસર્ગો આવે ત્યારે અતિશય ધીરતા, અસંયમ ભાવમાં (એટલે અવિરતિપણામાં) અતિશય ભયભીતપણું, આ બન્ને ગુણો લોકોત્તર ગુણો છે, તે ગુણો જેમાં હોય તેવા મહામુનિ કોઈક જ સંભવે છે. ||ી .
વિવેચન - ધીરતા અને પાપભીરુતા આ બન્ને ગુણો કોઈક મહાત્મા પુરુષોમાં જ આવે છે. આ બન્ને ગુણો આત્મકલ્યાણના સાધક પુરુષે અવશ્ય કેળવવા જોઈએ. કર્મોનો નાશ કરવામાં આ બન્ને ગુણો અતિશય આવશ્યક છે.
ગમે તેવાં દુઃખો પડે, કષ્ટો આવે, ઉપસર્ગ-પરીષહો આવે છતાં પણ જરા પણ પોતાની પ્રતિજ્ઞાથી ચલિત ન થાય. મેરૂપર્વતની જેમ અતિશય સ્થિર જ રહે. લેશમાત્ર પણ ડગે નહીં તથા હૃદયમાં જરા પણ ભય ન પામે કે ભયની લાગણી ન થાય. એટલું જ નહીં, પરંતુ કષ્ટ આપનારી અને ઉપસર્ગ પરીષહ કરનારી વ્યક્તિ પ્રત્યે પણ અલ્પમાત્રાએ રોષ ન આણે, પરંતુ તે જીવ ઉપસર્ગ આદિ કરવા દ્વારા તીવ્ર