________________
યોગસાર ચતુર્થ પ્રસ્તાવ
૨૨૭ ભયંકર ઉપસર્ગ અને પરીષહો આવી પડે તો પણ જે વીર પુરુષો ભય પામતા નથી, પરંતુ તેને સામેથી સત્કારે છે, સ્વીકારે છે તેવા વીર પુરુષો આ જગતમાં કોઈક જ હોય છે. //પી.
વિવેચન – વિષય અને કષાયોની વાસના અતિશય ભયંકર હોય છે. તેને જીતવી ઘણી મુશ્કેલ છે. ધીરતા ગુણવાળા પુરુષોનો પણ પરાભવ કરે તેવા ભયંકર સુધા-પિપાસા-આક્રોશ અને વધાદિ પરીષહો આવે ત્યારે પોતાના કર્મોનો નાશ કરવા માટે ઘણા જ સમતાભાવથી તે ઉપસર્ગ અને પરીષહોને વીર પુરુષો સહન કરે છે. પરંતુ લેશમાત્ર પણ ભય પામતા નથી કે ડરતા નથી.
તથા ભયંકર ઉપસર્ગ કરનારા જીવો ઉપર અલ્પમાત્રાએ પણ કષાય કરતા નથી, રોષે ભરાતા નથી, પરંતુ તેવા પ્રકારના ઉપસર્ગપરીષહ કરનારા પુરૂષોને તો ઉપકારી પુરુષો માને છે અને આવા પુરુષો તરફથી આવતા ઉપસર્ગ અને પરીષહોને સમ્યભાવે સહન કરે છે. પરંતુ લેશમાત્ર પણ ભય કે ત્રાસ પામતા નથી. સમ્યભાવ રાખીને ઉપસર્ગ-પરીષહોને સહન કરીને અશુભ કર્મોનો જડમૂળથી વિનાશ કરે છે. આવા પ્રકારના મહાપુરુષો અશુભ કર્મોનો ક્ષય કરવામાં બીજા જીવોને સહાયક-મદદગાર પણ થાય છે. આમ માનીને તેમના પ્રત્યે રોષ ન કરતાં તેઓને સાચા મિત્ર માનીને “કલ્યાણ સાધવામાં મદદગાર છે” એમ સમજીને તેઓને ધન્યવાદ આપે છે. ખરેખર ઉત્તમ જીવોનું કેવું જીવન છે ? અપકારીને પણ ઉપકારી સમજે. ધન્ય છે તે મહાપુરુષોને.
ગજસુકુમાર મુનિએ જેમ માથા ઉફર આગ મૂકનારા પોતાના સસરાને “મુક્તિની પાઘડી બંધાવનાર છે” આમ માનીને ઘણાં જ ઉપકારી માન્યા. માથા ઉપર આગ મૂકનારને ઉપકારી માનવા તે કેટલું કઠીન કાર્ય છે ? ધગધગતા અંગારાથી થતી ઘોર પીડાને પણ ઘણા જ સમતાભાવથી સહન કરી. પણ સસરા ઉપર અલ્પમાત્રાએ પણ ગુસ્સો