________________
૨૨૬ ચતુર્થ પ્રસ્તાવ
યોગસાર વિવેચન - આ જીવમાં અનાદિકાળથી પાંચ ઇન્દ્રિયોના વિષયના ઉપભોગના તથા ચારે પ્રકારના કષાયોના કુસંસ્કારો પડેલા છે. તેવા કુસંસ્કારોથી સંસ્કારિત થયેલું મન નિરંતર તે વિષય અને કષાયોની વાસનામાં જ રમ્યા કરતું હોય છે. માંકડા જેવું આ મન સતત તે વિષય-કષાયોમાં જ દોડતું રહે છે. તેને કબજે કરવું અતિશય દુષ્કર છે. ઘણા જ પ્રયત્નથી જીતાય એવું આ કાર્ય છે. મનને જીતવું, મનને કબજે રાખવું. આ પણ એક પ્રકારની યોગદશા જ છે. આ યોગ સર્વશ્રેષ્ઠ યોગ
છે. તે મનની સાધના ઇન્દ્રિયો ઉપરના વિજયથી અને કષાયો ઉપરના વિજયથી પ્રાપ્ત થાય છે. પૂજ્ય આનંદધનજી મહારાજના બનાવેલા કુંથુનાથ ભગવાનના સ્તવનમાં કહ્યું છે કે –
“મન સાધ્યું તેણે સઘળું સાધ્યું, એક વાત નહીં ખોટી પણ કહે સાધ્યું તે નવિ માનું, એક હી વાત છે મોટી !'' મનડું કિમહી ન બાજે, જેમ જેમ જતન કરીને રાખું, તેમ તેમ અળગું ભાજે હો, કુંથુજિન મનડું કિમહી ન બાજે.
ભક્તિના કોઈ પણ કામમાં બેઠા હોઈએ ત્યારે મન ક્યાંય ને ક્યાંય ચાલ્યું જાય છે. તેથી મનને વશમાં કરવું. આ કામ અત્યંત દુષ્કર છે, છતાં જે મહાપુરુષો પોતાના પ્રબળ પુરુષાર્થે મનને વશમાં રાખે છે, તે જ પુરુષો આ જગતમાં ધીર-વીર કહેવાય છે. આવા વીર પુરુષો આ કલિકાલમાં ક્યાંથી મળે? અને કદાચ મળે તો પણ આવી મહાવિભૂતિઓ એક અથવા બે જ મળે. અર્થાત સંખ્યામાં બહુ જ અલ્પ હોય છે. પણ વધારે પ્રમાણમાં મળવી અત્યંત દુષ્કર છે. //પા. धीरणामपि वैधुर्यकरै रौद्रपरीषहैः । स्पृष्टः सन् कोऽपि वीरेन्द्रः सन्मुखो यदि धावति ॥६॥
ગાથાર્થ - ધીર પુરુષોને પણ આકુળ-વ્યાકુલ કરી નાખે એવા