________________
યોગસાર ચતુર્થ પ્રસ્તાવ
૨૨૫ શાંત થઈ જાય છે. વિકારો શાંત થવાથી વિકારીભાવ જ ચાલ્યો જાય છે. તેથી મન પોતાના સંયમ માર્ગમાં સ્થિર બની જાય છે. શાસ્ત્રોમાં પ્રતિપાદન કરેલા માર્ગ પ્રમાણે વિધિસહિત તે તે ઉપાયોનું સેવન કરવાથી પોતાની સ્વીકાર કરેલી પ્રતિજ્ઞાનું અખંડપણે પાલન થાય છે. માટે સત્ત્વશાળી જીવો જ શાસ્ત્રોક્ત ઉપાયોનું સેવન કરી શકે છે. પરંતુ જે જીવો સત્ત્વહીન છે, તેવા કાયર પુરુષો વિષય અને કષાયોનાં નિમિત્તો મળતાં જ તે જીવોમાં વિષય અને કષાયની આગ ભભૂકી ઉઠે છે અને તે કાલે ગુરુનું અનુસરણ ભૂલી જવાય છે. મોહના તીવ્ર આવેશના કારણે ગુરુના વચનનો આ જીવ અનાદર કરે છે. શાસ્ત્રોમાં કહેલી હિતશિક્ષા ભૂલાઈ જાય છે અને ઉત્તમ ઉમદાભાવો પણ આ જીવમાંથી નાશ પામી જાય છે અને અશુભ ભાવો મન ઉપર સવાર થઈ કાબૂ જમાવે છે.
મન પાંચ ઇન્દ્રિયોના વિષયમાં આસક્ત થયું છતું ભોગોના જ વિચારોમાં અંજાઈ જાય છે અને હંમેશા કંચન તથા કામિનીના વિચારોમાં જ ફરતું થઈ જાય છે. મોહદશામાં ડૂબેલું આ ચિત્ત વિકારી અને વિલાસી બની જાય છે. તેથી આર્તધ્યાનમાં અટવાયું છતું ધર્મધ્યાનથી દૂર રહે છે. કર્મોનો ક્ષય કરવાને બદલે વધારે ભારે ચીકણાં કર્મ બાંધનાર આ ચિત્ત બની જાય છે. એટલે ખરેખર સત્ત્વગુણને કેળવ્યા વિના પાંચ ઇન્દ્રિયોના વિષયમાં રંગાયેલા મનને વૈરાગી બનાવવું આ ઘણું જ દુષ્કર કાર્ય છે. //૪ कषायविषयग्रामे, धावन्तमतिदुर्जयम् । ય: સ્વમેવ નયત્વે, એ વીરતિન: ઉત: |
ગાથાર્થ - પાંચ ઇન્દ્રિયોના વિષયો અને કષાયોના સમૂહ તરફ દોડતા અને અતિશય દુ:ખે જીતાય તેવા પોતાના મનને જે આત્મા જીતે છે, તે પુરુષ વીરપુરુષોમાં તિલક સમાન સત્ત્વશાળી આપણને ક્યાંથી મળે ? અર્થાત આવી વિભૂતિ અતિશય વિરલ કોઈક જ હોય છે. //પા.