________________
૨૨૪ ચતુર્થ પ્રસ્તાવ
યોગસાર ઘણા ઘણા દોષોથી આ જીવને બચાવે છે તથા તેઓની વાણી સાંભળવાથી વિકારો ઘણા શાંત થઈ જાય છે. માટે સૌથી પ્રથમ ગુરુજીની નિશ્રા અને વ્યાખ્યાન શ્રવણ એ પ્રધાનતમ કારણ છે.
(૨) જૈન શાસ્ત્રોનો અભ્યાસ, સંવેગ અને વૈરાગ્યગુણને વધારનારાં મહાપુરુષોએ બનાવેલાં વૈરાગ્યશતક, યોગના ગ્રંથો, અધ્યાત્મસાર, અધ્યાત્મકલ્પદ્રુમ આવા અનેક ગ્રંથોનો નિરંતર અભ્યાસ.
(૩) સંસારની અનિત્યતા આદિ તત્ત્વોને સમજાવનારી બાર ભાવના તથા મૈત્રી આદિ ચાર બીજી ભાવનાઓ આ સઘળાં વૈરાગ્યભાવનાં પ્રધાનતમ સાધનો છે.
મોહના તીવ્ર ઉદયકાલે વ્રતભંગ કરવાનો ભાવ થઈ જાય છે. તેમાંથી બચાવનાર જો કોઈ હોય તો ગુરુનો હિતોપદેશ જ આ જીવને બચાવે છે. ગુરુજીની હાજરી માત્ર પણ ઘણા દોષોથી જીવને બચાવે છે. માટે જ મહાત્મા પુરુષોએ સદા ગુરુનિશ્રામાં જ રહેવાનું કહ્યું છે. ગુરુજીની હાજરી માત્રથી ભય અથવા લજજા આદિના કારણે પણ આ જીવા દોષસેવનમાંથી બચી જાય છે.
કર્મના ઉદય રૂ૫ રોગની સામે તપ એ તેની ચિકિત્સા રૂપ છે. જ્યારે જ્યારે આ શરીરમાં ભોગોના વિકારો પ્રગટ થાય છે, ત્યારે ત્યારે જો તપનું સેવન કરવામાં આવે તો તે વિકારો ઘણા શાંત થઈ જાય છે.
તીવ્ર મોહના ઉદયના નાશનો બીજો ઉપાય શાસ્ત્ર અભ્યાસ છે. આ જીવ જેમ જેમ શાસ્ત્રોના અભ્યાસમાં લયલીન-તન્મય રહે છે, તેમ તેમ વિકારો પ્રગટ થતા નથી. પ્રગટ થયેલા વિકારો પણ અતિશય શાંત થઈ જાય છે. એટલે ઉત્તમ શાસ્ત્રોનો અભ્યાસ એ મોહરૂપી વિષનો નાશ કરવામાં મંત્રતુલ્ય છે. તેથી શાસ્ત્ર અભ્યાસ એ બીજો ઉપાય છે.
તે ઉપાયોને આદરપૂર્વક સેવવાથી અશુભ કર્મોનો ઉદય વિરામ પામી જાય છે. એટલે અશુભ કર્મોના ઉદયથી ઉત્પન્ન થયેલા વિકારો પણ