________________
૨૨૩
યોગસાર
ચતુર્થ પ્રસ્તાવ કરવામાં હું નિમિત્ત બનું છું ઇત્યાદિ કોઈપણ સારા વિચારો તે કાળે જીવને આવતા નથી અને દોષોનું આચરણ ચાલુ કરી દે છે, મોહની પ્રબળતા કેવી છે ? ઉત્તમ આત્માને પણ પછાડે છે.
મેં લીધેલી પ્રતિજ્ઞાને નહીં પાળીને હું ચીકણાં કર્મો બાંધુ છું. જેનાં ફળ નરક-તિર્યંચના ભવોમાં મારે ભોગવવા પડશે. આવો વિચાર પણ આ જીવને આવતો નથી અને આ જીવ હોશે હોંશે પાપકાર્યમાં જોડાઈ જાય છે. ખરેખર મોહદશાને ધિક્કાર હોજો. Ifી तावद् गुरुवचः शास्त्रं, तावत् तावच्च भावनाः । कषायविषयैर्यावद्, न मनस्तरलीभवेत् ॥४॥
ગાથાર્થ - આપણું મન જ્યાં સુધી વિષયો અને કષાયોથી ચંચળઆકુળ-વ્યાકુળ બનતું નથી, ત્યાં સુધી જ ઉપકારી ગુરુજીનું વચન યાદ રહે છે તથા શાસ્ત્ર પણ ત્યાં સુધી જ સ્મૃતિપટમાં રહે છે અને શુભભાવના પણ ત્યાં સુધી જ ટકે છે. (વિષયો અને કષાયોનું જોર વધતાં બધું જ ભૂલાઈ જાય છે.) I/૪
વિવેચન - આ જીવમાં જ્યારે સત્વહીનતા અને વિષયોની તીવ્ર અભિલાષા, આ બે દોષો પ્રગટે છે, ત્યારે પ્રતિજ્ઞાનો ભંગ કરવાનો ભાવ થઈ જાય છે. મોહની તીવ્રતા સામે જો કોઈ બચાવનાર હોય તો (૧) ગુરુજીનું સદુપદેશાત્મક વચન, (૨) ઉત્તમ શાસ્ત્રોનું નિરંતર શ્રવણ અને (૩) બાર ભાવના આદિ રૂપ વિશિષ્ટ ભાવનાઓનું ભાવવું. આ ત્રણ જ ઉપાયો શુભભાવોથી અશુભ ભાવો તરફ જતા જીવનું રક્ષણ કરનારા છે.
(૧) આત્મા મલીનભાવને પામે ત્યારે ગુરુજીની નિશ્રા અને ગુરુજીનો સદુપદેશ, તે જીવનું રક્ષણ કરે છે. ગુરુજીની હાજરી પણ