________________
યોગસાર દ્વિતીય પ્રસ્તાવ
૧૩૫ પ્રકારનાં ધર્મ અનુષ્ઠાનો ભલે આચરે, પરંતુ ચિત્તમાં સમતાભાવ અને નિર્મળતા નહીં આવવાથી કર્મોની નિર્જરા, ગુણોની પ્રાપ્તિ કે આત્મદશાના અનુભવનો આનંદ આ જીવો મેળવી શકતા નથી.
તેથી આ જીવનમાં “સમતાભાવ” લાવવા અને તેનો વધારો કરવા સતત પ્રયત્નશીલ બનવું જોઈએ. આત્માને ઘણો સજાગ રાખવા પ્રયત્નશીલ બનવું. જો સમતાભાવ આવે તો બધું જ કાર્ય ફળ આપનારું બને અને જો સમતાભાવ ન આવે તો એકડા વિનાનાં મીંડાની જેમ નિરર્થક સમજવું. /ર૧-૨રા किं क्लिष्टेन्द्रियरोधेन, किं सदा पठनादिभिः । किं सर्वस्वप्रदानेन, तत्त्वं नोन्मीलितं यदि ॥२३॥
ગાથાર્થ - જો સમતાભાવ દ્વારા આત્મતત્ત્વનો ઉઘાડ ન થયો હોય અને તે ઉઘાડનું લક્ષ્ય પણ જો રાખ્યું ન હોય તો ક્લેશદાયક એવા ઇન્દ્રિય નિરોધથી શું લાભ ? તથા પઠન-પાઠન આદિ ધાર્મિક ક્રિયાઓથી પણ શું લાભ ? તથા પોતાની સર્વ પ્રકારની સંપત્તિનું દાન કરવાથી પણ શું લાભ થાય ? અર્થાત આ બધાં ધર્મનાં કાર્યો તત્ત્વના ઉઘાડ વિના નિરર્થક છે. ૨૩.
વિવેચન - જેમ પ્રથમ એકડો હોય તો તેના ઉપર આવતાં મીંડાની દશ-દશ ગણી કિંમત છે અને જો પ્રથમ એકડો જ ન હોય તો ઉપર લખેલાં તમામ મીંડા શુન્ય જ રહે છે. કોઈ પણ પ્રકારની રકમ બતાવતાં નથી. તેની જેમ સમતાયોગ એકડા જેવો છે. જો સમતાભાવ રૂપી એકડો ન હોય તો ઇન્દ્રિયોનો નિરોધ કરવાથી આ આત્માને આત્મતત્ત્વનો કંઈ લાભ થતો નથી. ઇન્દ્રિયો ઉપર વિજય મેળવવાથી પણ આત્મતત્ત્વનો કંઈ લાભ થતો નથી. દેવલોક મળે