________________
યોગસાર પંચમ પ્રસ્તાવ
૩૩૩ અંદરનો એક પણ પદાર્થ દુર્ગધ વિનાનો બન્યો નથી. આટલું બધું શરીર દુર્ગધથી ભરેલું છે.
ઘણા લોકો ગંગાસ્નાન કરીને પોતાના શરીરની પવિત્રતા માને છે. પરંતુ આ શરીર મલ-મૂત્રાદિ સાતે ધાતુથી ભરેલું છે, મળ-મૂત્રાદિ અને વિષ્ટાદિથી અશુચિમય જ છે. શરીરને સ્વચ્છ કરવા માટે તેના ઉપર લગાડાતું કેસર-ચંદન-કસ્તુરી-સુગંધી તેલ આદિ પદાર્થોને પણ શરીર અપવિત્ર બનાવે છે. આટલું બધું શરીર દુર્ગધથી ભરેલું છે.
જે દેહને સુગંધી કરવા માટે જળ-ચંદનાદિનું વિલેપન કરાય છે. તે જળ ચંદનાદિને પણ આ દેહ દુર્ગધીમય બનાવે છે, એવું આ શરીર છે. તો પછી આ શરીરને સ્વચ્છ બનાવવાનો જે આગ્રહ રાખવો તે મિથ્યાશ્રમમાત્ર જ છે. શરીરને પવિત્ર બનાવવાની બુદ્ધિ જ ખોટી છે.
એટલે તે માટે જળ-ચંદનાદિનો ઉપયોગ કરીને હિંસા કરવી, આ મિથ્થાબુદ્ધિ છે. આમ અશુભ કર્મોનો બંધ જ આ જીવ કરે છે અને તેનાથી અપાર દુ:ખોને જ ઉત્પન્ન કરે છે.
માટે હે જીવ ! તું શરીરનો મોહ છોડીને અહિંસા, સંયમ અને તપધર્મનું સેવન કર. વિધિપૂર્વક ધર્મ કરીને આત્માનું કલ્યાણ કરવાનો આ અવસર છે. માનવભવ વિના બીજા કોઈપણ ભવોમાં આ સામગ્રી મળવી અતિશય દુષ્કર છે. માટે હે જીવ ! કંઈક ચેતી જા. આ ચેતવાનો જ અવસર છે. ફરી ફરી તને સમજાવીએ છીએ. / ૩૯lી. शारीरमानसैर्दुःखैर्बहुधा बहुदेहिनः । संयोज्य साम्प्रतं जीव, भविष्यसि कथं स्वयम् ? ॥४०॥
ગાથાર્થ – હે ચેતન ! હમણાં હમણાં તું અનેક જીવોને શારીરિક અને માનસિક બહુ પ્રકારનાં દુ:ખોની સાથે વારંવાર જોડે છે, અર્થાત્ તું ઘણી હિંસા કરી છે. તો તેનાથી ભવિષ્યમાં તારું શું થશે ? દુઃખ જ આવશે. ૪૦મી.