________________
૩૩૨
પંચમ પ્રસ્તાવ
યોગસાર
તારું જીવન બનાવ, આ માનવભવ ફરીથી પ્રાપ્ત થવો ઘણો જ દુષ્કર છે. અને તેમાં પણ આવા સાનુકુળ સંજોગો મળવા વધારે દુષ્કર છે.
કદાચ મનુષ્ય ભવ મળી જાય, પરંતુ તેમાં ઉચ્ચકુળ મળવું, જૈન ધર્મ મળવો અને જૈન ધર્મના સંસ્કાર પ્રાપ્ત થવા અતિશય અતિશય દુષ્કર છે. માટે હે જીવ ! તું કંઈક વિચાર કર અને તારા આત્માનું કલ્યાણ સાધી લે. આળસ અને પ્રમાદ છોડીને આત્માનું હિત થાય તેવા વિચારો કરી લે. ॥૩૮॥
सप्तधातुमये श्लेष्ममूत्राद्यशुचिपूरिते ।
शरीरकेऽपि पापाय, कोऽयं शौचाग्रहस्तव ॥३९॥
ગાથાર્થ – સાત ધાતુના બનેલા, મળ, મૂત્ર અને શ્લેષ્માદિ ગંદા પદાર્થોથી (અશુચિથી) ભરેલા એવા આ શરીર ઉપર પવિત્રતાનો તારો આગ્રહ એજ મહાપાપનું કારણછે. તને આવો આગ્રહ કેમ થાયછે?।।૩૯।
વિવેચન . - આ શરીર મળ-મૂત્ર-રુધિર-માંસ-ચરબી આદિ સાત ધાતુઓનું બનેલું છે. ઉપર ઉપરથી મલમલ જેવી ચામડી મઢેલી છે. અંદરથી બધા જ પદાર્થો દુર્ગંધ અને અશુચિથી જ ભરેલા છે. તેમાં પવિત્રતાનો આગ્રહ રાખવો તે કેવળ મોહદશા જ છે.
બજારમાં જે પોકેટનું ખોખું જ બહુ સારૂં હોય, પરંતુ ખોખાની અંદર દુર્ગંધવાળો અને ન જોઈ શકાય, ન ખાઈ શકાય, તેવો જ પદાર્થ ભરેલો હોય તો તે ખોખાનો કોઈ મોહ કરતું નથી. તેમ આ શરીર દુર્ગંધભૂત પદાર્થોથી જ ભરેલું છે, તેમાં પવિત્રતાની બુદ્ધિ કરવી તે મોહમાત્ર જ છે. આવી દુર્ગંધવાળી કાયાને પવિત્ર બનાવવા માટે વારંવાર સ્નાન કરવું, હાથ-પગ ધોવા, હાથ-પગ ધોવાની ક્રિયા કરવી ઈત્યાદિ ક્રિયા હે જીવ ! તું કરી રહ્યો છે. વારંવાર સ્નાનાદિ કરે છે, તો પણ