________________
૨૮ પ્રથમ પ્રસ્તાવ
યોગસાર વિનિયોગ (ધર્મતત્ત્વની લેવડ દેવડ) કરવાવાળો હોય છે. પરિણામની ધારા ઘણી નિર્મળ બને છે.
(૭) પ્રભાષ્ટિ :- આત્મતત્ત્વની સ્પષ્ટ અનુભૂતિ થાય છે. શુદ્ધ આત્માનું સ્વરૂપ કેવું હોય ? તેનો આછો-પાતળો અનુભવ થાય છે. સૂર્યના પ્રકાશમાન તેજસ્વી સૂક્ષ્મજ્ઞાનનો પ્રકાશ તથા નિર્મળ ધ્યાનદશા અને વ્યગ્રતાનો ત્યાગ આવા ગુણો અહીં પ્રગટ થાય છે. તેથી અપૂર્વ આત્મિક આનંદ, સહજસુખ, નિર્વિકારિતા અને પરમ પ્રશમભાવનો આનંદ આ દશામાં આ જીવને પ્રાપ્ત થાય છે. સાંસારિક બધી જ બાબતો ઉપાધિભૂત લાગવાથી તેનો ત્યાગ કરીને નિરંતર આત્મદશાના ધ્યાનમાં જ રચ્યો પચ્યો આ જીવ રહે છે.
પ્રમત્ત-અપ્રમત્ત નામના છઠ્ઠા-સાતમાં ગુણસ્થાનકોમાં ઉત્તરોત્તર દિન-પ્રતિદિન વૃદ્ધિ પામતા સંયમસ્થાનોમાં જ ઝૂલે છે. તેથી જ આત્મતત્ત્વની તેજોલેશ્યા-આત્મિક પરમ આનંદ પ્રશમભાવનું સુખ વૃદ્ધિ પામે છે. સમાધિ અવસ્થાના પરમસુખનો અનુભવ કરતો આ આત્મા વીતરાગ પરમાત્માનું અતિશય સ્પષ્ટ દર્શન કરે છે. લગભગ વીતરાગતા પાસે પહોંચે છે.
(૮) પરાષ્ટિ :- આ છેલ્લી દૃષ્ટિ છે. અતિશય નિર્મળ દૃષ્ટિ છે. આ દૃષ્ટિમાં સાધક આત્માનો તત્ત્વબોધ ચંદ્રના પ્રકાશ જેવો પ્રીતિકારક, શીતળ અને નિર્મળ હોય છે. આસંગદોષનો (પદ્રવ્યની આસક્તિ-પ્રીતિ એ નામના દોષનો) અભાવ થાય છે અર્થાત્ પરની આસક્તિ વિનાનો આત્મા થાય છે. તેથી પરદ્રવ્યની પંચાત ન હોવાથી પરમસમાધિ અને નિર્વિકલ્પ (મોહના વિકલ્પો વિનાની) ધ્યાનદશા પ્રગટ થાય છે. ચંદનની સુવાસ જેમ ચંદનથી એકમેક-તન્મય હોય છે, તેમ સર્વે પણ ધર્મપ્રવૃત્તિઓ આત્મસાત (આત્માના સાક્ષાત્કારપણે) થાય છે. નિરતિચાર આચરણવાળો આ જીવ બની જાય છે. દોષોનું