________________
૨૭
યોગસાર
પ્રથમ પ્રસ્તાવ છેદ થતાં બ્રાન્તિ નામનો દોષ દૂર થઈ જાય છે. જેથી રત્નની પ્રભા જેવો આત્મતત્ત્વનો અનુભવ પ્રકાશ અહીં પ્રગટ થાય છે.
આ સ્થિરાદેષ્ટિમાં આત્મતત્ત્વનો બોધ સ્થિર અને નિત્ય (ધ્રુવ) હોય છે. આત્મતત્ત્વનું સ્વરૂપ ધ્યાન વડે જ અનુભવાય છે. દેહ અને આત્માનું ભેદજ્ઞાન થાય છે. તેથી દેહમાં આત્મત્વ બુદ્ધિ થતી નથી. ભેદજ્ઞાન થવાથી ઇન્દ્રિયો ઉપર વિજય આવે છે. ચૈત્યવંદનાદિ ધર્મ અનુષ્ઠાનો વિધિ અને ઉપયોગપૂર્વક કરાય છે. આપણો પોતાનો આત્મા એ જ પરમજ્યોતિ સ્વરૂપ છે. અરૂપી છે. સર્વરોગરહિત છે. સર્વથા બાધા (પીડા) થી રહિત છે. એના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવું એ જ પરમતત્ત્વ છે. આત્મા સિવાયના શેષ સર્વે પણ જડ પદાર્થો ઉપાધિભૂત છે. ઉપદ્રવ સ્વરૂપ છે, દૂર કરવા જેવા છે, હેય છે, અસાર છે. આવું જ્ઞાન આ સાધક આત્માને થાય છે અને તેથી જ ધ્યાનમાં વધારે એકાગ્ર અને તન્મય બને છે.
(૬) કાન્તાદષ્ટિ :- હેય-ઉપાદેય આદિ તત્ત્વોનું જ્ઞાન તારામંડળના પ્રકાશની જેમ અત્યંત સ્થિર અને શાન્ત હોય છે. તત્ત્વોની વિચારણા ધારણાપૂર્વક (સ્થિરતાપૂર્વક) કરે છે. અશુભ વિચારોનો અભાવ હોય છે. આત્મસ્વભાવમાં સ્વાભાવિકપણે જ વધારે સ્થિર બની જાય છે. તેનું બાહ્ય વ્યવહારિક જીવન અને આચરણ પણ પવિત્ર અને નિર્દોષ હોય છે. જેથી સંસારી લોકો તેના વિશુદ્ધ આચરણ દ્વારા તેના પ્રત્યે સવિશેષ પ્રીતિ-ભક્તિ અને બહુમાનભાવવાળા બને છે. આ દૃષ્ટિમાં આવેલા જીવને આ કાર્ય વિના બીજા કાર્યનો હર્ષ હોતો નથી. તેથી અન્યમુદ્ર નામનો દોષ નાશ પામે છે. આ ધ્યાનદશા જ ગમી જાય છે. તેથી જ સર્વે પણ ધર્મ અનુષ્ઠાનો સ્થિરતાપૂર્વક-ધીરતાપૂર્વક અને પોતાની હોંશપૂર્વક કરે છે. આ દષ્ટિમાં આવેલો શ્રાવક ગંભીર-ઉદાર માનસવાળો અને