________________
૨૬
યોગસાર
પ્રથમ પ્રસ્તાવ વધારે પ્રકાશવાળું અને કંઈક વધારે કાળ રહેનાર હોય છે. આ જ કારણે ધર્મ-અનુષ્ઠાનો આચરવામાં વર્ષોલ્લાસ વધારે પ્રમાણમાં હોય છે. પરમાત્માએ કહેલાં તત્ત્વો સાથે અને તેના દ્વારા પરમાત્મા સાથે એકાકારતા વૃદ્ધિ પામે છે. તેથી પ્રભુની સાથે સમાપત્તિ-એકતા-તન્મયતા થવાથી ગ્રન્થિભેદની પૂર્વભૂમિકા આવે છે. ચરમયથાપ્રવૃત્તકરણના વિશુદ્ધ પરિણામો પ્રગટ થાય છે. આ દષ્ટિમાં જીવ આવે ત્યારે જ મિથ્યાષ્ટિ એવા આ જીવમાં ગુણોના આનંદરૂપ ગુણસ્થાનકનો સાચો અર્થ ઘટે છે. આ જીવ મિથ્યાદષ્ટિ હોવા છતાં તેનામાં પવિત્ર અવસ્થા આવે છે તેને ધ્યાનમાં રાખીને ગુણસ્થાનક શબ્દ જોડેલ છે.
(૫) સ્થિરાદષ્ટિમાં :- સાધક આત્માનો અનુભવ રત્નની કાન્તિ સમાન સ્થિર અને નિર્મળ હોય છે. ક્ષાયિક-ક્ષાયોપથમિક અને ઔપશમિક એમ ત્રણ પ્રકારના સમ્યક્તવાળા જીવોની આ દૃષ્ટિ હોય છે. ક્ષાયિક સમ્યક્તીની આ દૃષ્ટિ બીજા બે સમ્યક્તવાળા કરતાં વધારે નિર્મળ-અપ્રતિપાતી અને અપાયરહિત (પડી જવાના ભય વિનાની) આ દૃષ્ટિ હોય છે. અનંતાનુબંધી ૪ કષાય અને દર્શનમોહનીયત્રિકનો ક્ષય, ક્ષયોપશમ અથવા ઉપશમભાવ થયેલ હોવાથી સામ્યભાવ (પ્રશમભાવ) પૂર્વેની ચાર દૃષ્ટિઓ કરતાં વિશેષ વિશેષ નિર્મળ હોય છે તથા (અહિંસા-સત્ય-અસ્તેય-બ્રહ્મચર્ય અને અપરિગ્રહ) આ પાંચ યમગુણોનું તથા (શૌચ-સંતોષ-તપ સ્વાધ્યાય અને ઈશ્વરધ્યાન) આ પાંચ નિયમગુણોનું દઢતાપૂર્વક વારંવાર સેવન કરવાથી આસન અને પ્રાણાયામ એવાં યોગના અંગોની નિપુણતા પ્રાપ્ત થાય છે.
તથા ધ્યાનદશામાં વિપ્નભૂત થનારા ચિત્તના દોષો (ખેદ-ઉગક્ષેમ અને ઉત્થાન દોષો)નો નાશ થવાથી જ્ઞાનનો પ્રકાશ સ્થિર દીપકના પ્રકાશતુલ્ય પ્રગટેલો રહે છે. આવા પ્રકારના જ્ઞાનપ્રકાશના પ્રતાપે જ રાગ-દ્વેષની બનેલી અનાદિની રૂઢ એવી જે ગ્રન્થિ (ગાંઠ), તેનો ભેદ