________________
૯૦ પ્રથમ પ્રસ્તાવ
યોગસાર પણ રાગાદિ દોષોને જ આધીન બને છે અર્થાત્ રાગાદિ દોષોવાળો જ બને છે અને પીડા જ પામે છે. ધારો કે સાંસારિક કોઇ દેવ ખુશ થાય તો પણ તેનાથી પ્રાપ્ત થતા મનોવાંછિતોમાં આસક્ત બન્યો છતો તે જીવ સંસાર વધારનાર જ થાય છે અને તે દેવ રોષાયમાન થાય તો પણ દુઃખી જ થાય છે. તે માટે રાગી દેવનું આલંબન કોઇપણ રીતે ઉપકારક નથી. તેથી તેને છોડીને વીતરાગ દેવનું જ આરાધન કરવું જોઈએ.
વીતરાગ દેવનું આરાધન કરતો સાધક આત્મા પોતાના રાગાદિ કષાયોને ત્યજીને પોતે જાતે જ વીતરાગ બને છે કે જેથી સદાકાળ દુ:ખ આવે જ નહીં. માટે ઇયળ ભમરીને ચિંતવતી છતી જેમ ભમરી બની જાય છે, તેમ આ આત્મા પણ વીતરાગને ભજતો છતો પોતાના રાગાદિ કષાયોને પોતે જ ત્યજીને વીતરાગ સ્વરૂપે બને છે. તે જ પ્રસંગને ઉપચારથી એમ કહેવાય છે કે વીતરાગે આ જીવને વીતરાગ બનાવ્યો. જેમ કોઈ એક શેઠે પોતાના વિનીત અને શિક્ષિત સારા નોકરને સારી જગ્યાએ નોકરીએ બેસાડ્યો, પણ તે નોકરી કરનારો પુરુષ વિનીતશિક્ષિત અને સર્જન હોવાથી ચીવટપૂર્વક કામ કરતો છતો પગાર આદિમાં આગળ વધ્યો અને પૈસાદાર બન્યો. તો તે પણ એમ માને છે અને તેનું સર્જન સર્કલ પણ એમ માને છે કે પેલા શેઠે પોતાના નોકરને ધનવાન બનાવ્યો. તેમ અહીં દષ્ટાન્ત જાણવું.
ધારો કે વીતરાગ દેવને છોડીને આપણે કોઈ સાંસારિક રાગી દેવને સેવીએ-ભજીએ અને તે દેવ ખુશ થાય અને આપણને સુખી-સમૃદ્ધ કરે તો પણ આ જીવનમાં જયારે ઘડપણ-મરણ-પત્ની આદિના વિયોગોશરીરમાં અસાતા ઇત્યાદિ દુઃખો આવે ત્યારે કોણ બચાવે ? છેવટે તો સંસાર જ દુઃખની ખાણ છે. તે માટે વીતરાગ થઈને મોક્ષે જવું એ કાર્યમાં જેટલું સુખ છે, તેટલું સુખ બીજે ક્યાંય નથી. સંસારની તમામ સાનુકુળતાઓ પણ છેવટે દુઃખદાયી જ છે. //૪all