________________
યોગસાર
પંચમ પ્રસ્તાવ
૨૯૧
છે, તે આત્માઓ અન્ય લોકોને પણ લોકોત્તર માર્ગમાં પ્રવેશ કરાવે છે અને અન્ય લોકોમાં લોકોત્તર માર્ગની અતિશય પ્રીતિ કરાવે છે.
આવો આત્મા સ્વયં પોતે જૈન ધર્મનો-જૈનીય સંસ્કારોનો અતિશય અનુરાગી હોવાથી બીજા પણ ઘણા લોકોમાં જૈન ધર્મના ઉત્તમ સંસ્કારો આપવા દ્વારા ધર્મના અનુરાગી બનાવનાર થાય છે. જૈન ધર્મના સાચા પ્રભાવક થાય છે.
ઔચિત્ય ગુણને સમજનારા અને ધારણ કરનારા આત્માઓ જૈનશાસનની શોભા વધારનારા અને જૈન શાસનની પ્રભાવના કરનારા બને છે. પરંતુ આવા ઉત્તમ આત્માઓ આ જગતમાં અતિશય વિરલા પુરુષો જ (કોઈક જ પુરુષો) હોય છે. અર્થાત્ ગણ્યા-ગોઠા જ હોય છે. ।।૧૦।
औचित्यं परमो बन्धुरौचित्यं परमं सुखम् । धर्मादिमूलमौचित्य-मौचित्यं जनमान्यता ॥११॥
ગાથાર્થ “ઔચિત્ય” નામનો ગુણ જીવોનો પ૨મ બંધુ છે. “ઔચિત્ય” એ પરમસુખ છે. ઔચિત્ય એ ધર્મ આદિ ઉત્તમ તત્ત્વોનું મૂલ છે અને ઔચિત્ય નામના ગુણથી લોકમાન્યતા પણ પ્રાપ્ત થાય છે. ।।૧૧।।
-
વિવેચન – “ઔચિત્ય જ્યાં જેટલું બોલવું, જેવું વર્તવું ઉચિત લાગે જેનાથી સ્વ-પરનું કલ્યાણ થાય ત્યાં તેટલું બોલવું અને તેવું જ બોલવું તેને “ઔચિત્ય' કહેવાય છે. આ ઔચિત્યગુણ આત્માનો પરમ બંધુ છે. “બંધુ એટલે ભાઈ” જેમ પોતાનો સગો ભાઈ પોતાના ભાઈને કલ્યાણમાં જોડે છે અને આપત્તિમાં સહાયક બને છે. તેમ
ઔચિત્ય ગુણવાળો સાધક આત્મા પણ સર્વે જીવોની સાથે પ્રેમભાવ