________________
૨૯૦
પંચમ પ્રસ્તાવ
યોગસાર કડવાશભરી, બંગતાભરી, વક્રતાભરી, અપશબ્દોવાળી તુચ્છ ભાષા ક્યારેય ન બોલવી. આવા પ્રકારની કડવી વાણી વેરઝેર વધારે, પરસ્પર ક્લેશ અને કષાયોની વૃદ્ધિ જ કરે. માટે ઉત્તમ આત્માઓએ પ્રસંગ જોઈને સમજી-શોચીને અને વિચારીને ઉચિત હોય તેવું જ અને તેટલું જ બોલવું. IITી.
औचित्यं च विजानन्ति, सर्वकार्येषु सिद्धिदम् । सर्वप्रियङ्करा ये च, ते नरा विरला जने ॥१०॥
ગાથાર્થ - સર્વે પણ કાર્યોમાં સિદ્ધિ આપનારા એવા ઔચિત્યને જેઓ જાણે છે અને સર્વ લોકોને પ્રિય લાગે એવું જે મનુષ્યો કરે છે, તેવા મનુષ્યો આ જગતમાં વિરલા જ હોય છે. |૧ળી
વિવેચન - આપણું વર્તન-પ્રવર્તન સર્વ જીવોની પ્રત્યે ઉચિત હોય તેવી યોગ્યતાવાળું જ વર્તન કરવું. આવા પ્રકારનું ઉચિત પ્રવર્તન આ જીવને લૌકિક અથવા લોકોત્તર એમ સર્વ કાર્યોમાં સિદ્ધિ-સફળતા આપનારું બને છે. સંસારી કાર્યોમાં જેમ ઔચિત્યતા જરૂરી છે, તેમ આધ્યાત્મિક ક્ષેત્રે પણ ઔચિત્યતા અતિશય જરૂરી છે.
આવા પ્રકારનો આ ઔચિત્યતા ગુણ છે. આમ સમજીને સર્વ સ્થાનોમાં બોલવામાં-વર્તન વ્યવહાર કરવામાં પણ ઔચિત્યતા જાળવવી. જે આત્માઓ ઔચિત્યતાને સમજીને બોલવા-ચાલવાનો વ્યવહાર કરે છે, તે આત્માઓ તે તે કાર્યોમાં સિદ્ધિ પણ મેળવે છે, યશ પણ મેળવે છે અને સર્વ લોકોને અતિશય પ્રીતિપાત્ર થાય છે, માટે ઔચિત્યતા ગુણનો આદર કરવો. ઔચિત્યતાનું ક્યારેય પણ ઉલ્લંઘન ન કરવું.
જે આત્માઓ પરોપકાર, પોતાના પાપોની જુગુપ્સા, ઉદારતા અને દાક્ષિણ્યતા આદિ ગુણો પ્રાપ્ત કરવા પૂર્વક સ્વ-પરનું કલ્યાણ કરે