________________
યોગસાર | દ્વિતીય પ્રસ્તાવ
૯૯ નથી. પોતે માનેલી માન્યતાનો અત્યંત આગ્રહ રાખતા હોવાથી અને જ્ઞાનીઓનો આશ્રય ન કરતા હોવાથી સાચા તત્ત્વથી વિમુખ બનેલા છે અને તત્ત્વદૃષ્ટિ પામ્યા વિના પોતપોતાની બુદ્ધિ પ્રમાણે જ તત્ત્વ માની લઈને પરસ્પર એકબીજા સાથે ક્લેશ-કડવાશ કરીને પરસ્પર અથડાય છે, દુઃખી થાય છે. સત્ય તત્ત્વ પામી શકતા નથી. સર્વજ્ઞ વીતરાગ તીર્થંકર દેવોએ કહેલું જીવ-અજીવાદિનું યથાર્થ સ્વરૂપ તેઓ પામી શકતા નથી. સ્પષ્ટ સમજી શકતા નથી.
પરંતુ પોતપોતાના મતની માન્યતાના એકાન્ત આગ્રહ રૂપ દૃષ્ટિરાગના મોહથી મૂઢ બનેલા વર્તમાનકાલીન જીવો તત્ત્વ પામ્યા વિના પોતાની માન્યતાના જ વધારે વધારે આગ્રહી બન્યા છતા સાચા સાધુસંતોથી દૂર જ વર્તે છે. સત્સંગ કરતા નથી. સત્પરુષો પાસે યથાર્થ તત્ત્વનું શ્રવણ-મનન પણ કરતા નથી. પુરુષો પાસે તત્ત્વશ્રવણ કર્યા વિના આપમેળે આત્મતત્ત્વની અને જગતના યથાર્થ સ્વરૂપની પ્રતીતિ અને શ્રદ્ધા થતી નથી. શ્રદ્ધાપૂર્વકના જ્ઞાન વિના સાચા તત્ત્વની પ્રાપ્તિ થતી નથી.
આ જીવને યથાર્થ તત્ત્વથી વિમુખ બનાવનાર જો કોઇ આત્માનો મહાશત્રુ હોય તો તે દૃષ્ટિરાગ છે. પોતપોતાના દર્શનની માન્યતાનો અત્યંત આગ્રહ એ દષ્ટિરાગ જ છે. “મારૂં તે જ સાચું” આવો આંધળો આગ્રહ તે જ કદાગ્રહ છે, દૃષ્ટિરાગ છે. પરંતુ જો કદાગ્રહ છોડી દે તો જ “સાચું તે મારૂં” આ વાત સમજાય. પરંતુ દષ્ટિરાગ સત્ય સમજવા દેતો નથી. તેથી દષ્ટિરાગ અતિશય ભયંકર પાપ છે. [૧] दृष्टिरागो महामोहो, दृष्टिरागो महाभवः । दृष्टिरागो महामारो, दृष्टिरागो महाज्वरः ॥२॥
ગાથાર્થ - દષ્ટિરાગ એ મહામોહ છે. દષ્ટિરાગ એ મોટો સંસાર