________________
૧૦૦ દ્વિતીય પ્રસ્તાવ
યોગસાર છે. દષ્ટિરાગ એ ભયંકર જવર (તાવ) છે. સંક્ષેપમાં દૃષ્ટિરાગ એ સત્યતા રૂપ જીવનનો નાશ કરનાર મહામૃત્યુ છે. /રા.
વિવેચન - પોતાની દૃષ્ટિ જ્યાં બેઠી, તે જ વાત સાચી, બીજી કોઈ વાત સાંભળે નહીં, સમજે નહીં, તેનું નામ દૃષ્ટિરાગ. આ દૃષ્ટિરાગ કેટલો ભયંકર છે ? તે ચાર ઉપમાઓ આપીને ગ્રંથકારશ્રી સમજાવે છે.
દૃષ્ટિરાગ તે મિથ્યાત્વ મોહનીયનો જ તીવ્ર ઉદય હોવાથી તે એક મહામોહદશા છે. ભવની પરંપરાની વૃદ્ધિનું મુખ્ય કારણ છે. આ રાગથી જન્મ-મરણની પરંપરા વધે છે. તેથી સંસાર વૃદ્ધિનું કારણ હોવાથી મોટો સંસાર જ છે. દષ્ટિરાગમાં અંજાયેલા જીવો દીર્ઘકાળ સુધી જન્મ-મરણ રૂપ આ સંસારમાં રખડે છે, પરિભ્રમણ કરે છે. દૃષ્ટિરાગ એ હૃદયમાં સંતાપ ઉત્પન્ન કરનાર હોવાથી મહાજવર છે. એટલે કે દુષ્ટ તત્ત્વ સ્વરૂપ છે. બીજા તત્ત્વો માત્ર શરીર જ તપાવે છે. પરંતુ આ દષ્ટિરાગ તો આત્મામાં જ રાગદ્વેષાદિ ઉત્પન્ન કરવારૂપ આંતર-તાપ (હૃદયની અંદર આત્માની અંદર તાપ) ઉત્પન્ન કરે છે અને અંતે આ આત્માના સર્વે પણ ભાવપ્રાણોનો (જ્ઞાનાદિ ગુણોનો) નાશ કરે છે માટે આ દૃષ્ટિરાગ એ મહામૃત્યુ છે.
આ દષ્ટિરાગ એ એવો મોટો દુશ્મન છે કે જે સજજન મહાત્માઓને પણ સતાવે છે, પીડે છે. સ્નેહરાગ અને કામરાગ એ પણ રાગ હોવાથી તેને જીતવા દુષ્કર છે, તો પણ મહાત્માઓ તેને જીતી શકે છે. પરંતુ દૃષ્ટિરાગ તો આ બન્ને રાગથી પણ વધુ ભયંકર છે કે જેને મહાત્મા પુરુષો પણ તુરત જીતી શકતા નથી અર્થાતુ ઘણા દુ:ખે જીતાય છે. સજ્જન મહાત્મા પુરુષો પણ આ દૃષ્ટિરાગને ઘણી જ મુશ્કેલ પરિસ્થિતિથી જીતે છે.